Site icon

Discount Offers On Honda-આ કાર પર 60 હજાર રૂપિયા સુધીની ઑફર- કંપનીએ કહ્યું- સ્ટોક સુધી ડિસ્કાઉન્ટ

News Continuous Bureau | Mumbai

તહેવારોની સીઝન(Festive season) પૂરી થયા પછી પણ આ ઓટોમોબાઈલ કંપની(Automobile Company) કાર પર ભારે ડિસ્કાઉન્ટ(Huge discounts) આપી રહી છે. કસ્ટમર 60,000 રૂપિયા સુધીનો બેનિફિટ લઇ શકે છે. લગભગ તમામ હોન્ડા કાર(Honda car) પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપનીની Honda City અને Amaze ભારતીય બજારમાં(Indian market) સારી રીતે વેચાય છે.

Join Our WhatsApp Community

Honda Jazz:

Honda Cars Indiaની ઓફિશિયલ વેબસાઈટ(Official website) અનુસાર જો તમે અત્યારે Honda Jazz ખરીદો છો, તો તમને 25 હજાર રૂપિયા સુધીનું બેનિફિટ મળી શકે છે હાલમાં Hondaના આ પ્રીમિયમ હેચબેક પર રૂપિયા 10,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ મળી શકે છે. 7000 અને 5000 રૂપિયા સુધીનું લોયલ્ટી બોનસ(Loyalty bonus) પણ મળે છે.

Honda Amaze:

Hondaની સૌથી વધુ વેચાતી સેડાન Amaze પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. Amaze દેશની સૌથી સસ્તી સેડાનમાંથી(sedan) એક છે તેને 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 5000 રૂપિયાનું લોયલ્ટી બોનસ અને 3000 રૂપિયાનું કોર્પોરેટ બોનસ મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Samsung એ ભારતમાં લોન્ચ કર્યું પાવરફુલ એર પ્યુરિફાયર- જાણો શું છે કીંમત

Honda WR-V: આ દિવસોમાં હોન્ડાની પોપ્યુલર સબ-4 મીટર કોમ્પેક્ટ SUV WR-V ખરીદવાથી તમને રૂ. 60000 સુધીનો બેનિફિટ મળી શકે છે. SUV પર રૂ. 30,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 5000નું લોયલ્ટી બોનસ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 5000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

Honda City 5th-generation:

Hondaની સૌથી લક્ઝરી પ્રીમિયમ સેડાન સિટીને આ મહિને રૂપિયા 30,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 5000નું લોયલ્ટી બોનસ અને રૂ. 10 હજારનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. બીજી તરફ, Honda City 4th Generation પાસે હાલમાં માત્ર રૂ. 5000 લોયલ્ટી બોનસ ઓફર છે.

બીજી તરફ હોન્ડા કંપનીએ ઓક્ટોબરમાં ઉત્તમ વેચાણ પરિણામો રજૂ કર્યા છે. આ જાપાની કંપનીએ ગયા મહિને ભારતીય બજારમાં કુલ 9543 વાહનોનું વેચાણ કર્યું હતું. જે ઓક્ટોબર-2021 કરતાં 18 ટકા વધુ છે. ઓક્ટોબર-2021માં કંપનીએ 8108 વાહનોનું વેચાણ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  વાયુ પ્રદૂષણથી બચાવશે આ સ્વદેશી હેલ્મેટ- છે અદ્ભુત ફીચર્સ- આટલી છે કિંમત

UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
Exit mobile version