News Continuous Bureau | Mumbai
Honda Prologue Electric SUVને CR-Vથી ઉપરની કેટેગરીમાં ફીટ કરવામાં આવશે. આ કારમાં 4877 mmની લંબાઈ જોવા મળશે. જ્યારે 1643 mm ની પહોળાઈ અને 3094 mm નો વ્હીલબેઝ જોવા મળે છે.
હોન્ડા કાર નિર્માતા કંપનીએ(Honda car maker) નવી કારને લોન્ચ કરી છે. તે ઇલેક્ટ્રિક એસયુવી કાર (Electric SUV car) હશે. આ કાર વિશે એક મોટી માહિતી સામે આવી છે કે તેમાં મોટી અને પાવરફુલ બેટરી બેકઅપ(Powerful battery backup) આપવામાં આવશે, જે એક ચાર્જમાં 520 કિમીથી વધુની ડ્રાઈવિંગ રેન્જ(Driving range) આપશે. આટલું અંતર કાપ્યા બાદ કાર દિલ્હીના અક્ષરધામથી લખનૌ(Delhi to Lucknow) સુધી જઈ શકે છે. હોન્ડાની આવનારી કારનું નામ Honda Prologue Electric SUV કાર હશે.
Honda Prologue ઈલેક્ટ્રિક SUV કારમાં ઘણા નવા ફીચર્સ અને પાવરફુલ ફીચર્સ (new features and powerful features) જોઈ શકાય છે. આ આવનારી કાર વિશે EXCLUSIVE માહિતી અમે આપના માટે લઇને આવ્યા છીએ. આ કાર શેવરોલેટ બ્લેઝર EV જેવી હોઈ શકે છે, જે IC એન્જિન કરતા મોટી છે. આ કાર સિંગલ ચાર્જમાં 512 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપી શકશે. આવી સ્થિતિમાં આ કાર અમદાવાદથી મુંબઇ સુધી જઈ શકે છે.
એમજી મોટર્સ સાથે મળીને તૈયાર કરવામાં આવી
હોન્ડાએ આ કાર રજૂ કરી છે પરંતુ તેને સેલિંગને લગતી માહિતી શેર કરવામાં હજુ સુધી આવી નથી. આ કાર હોન્ડાએ જનરલ મોટર્સની(General Motors) ભાગીદારીમાં તૈયાર કરી છે. કાર અમેરિકન કાર બ્રાન્ડના EV પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. જો કે, Honda Prologue Electric SUVની સ્પેસિફિકેશન્સ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચો : અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં મળી રહ્યો છે Samsungનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન, શાનદાર તક
ડ્રાઇવિંગ રેન્જ શું હશે
Chevrolet Blazer EV ના ફીચર્સ વિશે વાત કરીએ તો, આ કારને ટુ વ્હીલ ડ્રાઇવ અને ફોર વ્હીલ ડ્રાઇવ ઓપ્શનમાં લોન્ચ કરી શકાય છે. Blazer EV માં કંપનીએ બે ઓપ્શન રજૂ કર્યા છે, જેમાંથી એકમાં 467 કિમીની ડ્રાઇવિંગ રેન્જ મળશે. જ્યારે RS નામના બીજા વેરિઅન્ટમાં 515 કિમીની ડ્રાઈવિંગ રેન્જ મળશે. સમાન ડ્રાઇવિંગ સીરીઝ Prologueમાં પણ જોઈ શકાય છે.
હોન્ડા Prologue લંબાઈ અને પહોળાઈ
Honda Prologue Electric SUVમાં 4877 mmની લંબાઈ જોવા મળશે. જ્યારે 1643 mm ની પહોળાઈ અને 3094 mm નો વ્હીલબેઝ જોઈ શકાય છે. તે નવી સ્ટાઈલની કાર હશે અને જોવામાં આકર્ષક હશે.