News Continuous Bureau | Mumbai
ભારતની બીજી સૌથી મોટી ટુ-વ્હીલર કંપની Honda Motorcycle and Scooter India એ આ વર્ષે દિવાળી(Diwali) માટે શાનદાર ઓફર રજૂ કરી છે. આ મુજબ કસ્ટમર તહેવારોની સિઝનમાં(festive season) ઝીરો ડાઉન પેમેન્ટ(Zero down payment) અને નો કોસ્ટ EMI(No Cost EMI) જેવી ઑફર્સનો લાભ લઈ શકે છે અને એક રીતે કોઈ પણ પ્રકારની ચુકવણી કર્યા વિના નવી મોટરસાઈકલ(A new motorcycle) અથવા સ્કૂટી ઘરે લઈ જઈ શકે છે. હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા ઓફર(Honda Motorcycle & Scooter India Offer) 31 ઑક્ટોબર 2022 સુધી માન્ય છે. કંપનીએ આ ઓફર તેના તમામ મોડલ્સ માટે રજૂ કરી છે. કંપનીના સૌથી પોપ્યુલર મોડલ હોન્ડા એક્ટિવા અને હોન્ડા શાઈન(Honda Activa and Honda Shine) છે. આ સિવાય તેની CD110 ડ્રીમ ડીલક્સને પણ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે.
હોન્ડા કેશબેક ઓફર(Honda Cashback Offer)
હોન્ડાની મોટરસાઈકલ અને સ્કૂટર પર પણ કેશબેક ઓફર ઉપલબ્ધ છે. કંપની 50,000 રૂપિયા સુધીના ટ્રાજેક્શન પર 5000 રૂપિયાનું મેક્સિમમ કેશબેક ઓફર(Maximum cashback offer) આપી રહી છે. તે જ સમયે IDFC ફર્સ્ટ બેંકના(IDFC First Bank) કસ્ટમરને ક્રેડિટ કાર્ડ દ્વારા EMI ચુકવણી કરવા પર આ ઑફરનો લાભ મળી રહ્યો છે. જો કે, આ લાભ તેમને 40,000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર જ મળશે. આ સિવાય સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ફેડરલ બેંક અને બેંક ઓફ બરોડાના કસ્ટમરને પણ કેશબેકનો લાભ મળશે.
આ સમાચાર પણ વાંચો : Ambraneએ લોન્ચ કરી લો કોસ્ટ કોલિંગ ઘડિયાળ- બેટરી 25 દિવસ સુધી ચાલશે
ઝીરો ડાઉનપેમેન્ટ અને નો કોસ્ટ EMI
કંપનીએ તેની ઓફરમાં સ્પષ્ટ કર્યું છે કે ઝીરો ડાઉન પેમેન્ટ અને નો કોસ્ટ EMIની ઓફર વ્હીકલ ખરીદતી વખતે ફાઇનાન્સિંગ કંપની(Financing Company) પર નિર્ભર રહેશે. ડાઉનપેમેન્ટની રકમ(Downpayment Amount) ફાઇનાન્સિંગ કંપનીની નીતિ(Policy of financing company) અનુસાર નક્કી કરવામાં આવશે. જ્યારે ઝીરો ડાઉન પેમેન્ટની સુવિધા કંપનીના અમુક પસંદગીના મોડલ પર જ ઉપલબ્ધ હશે.
સપ્ટેમ્બરમાં 5.18 લાખ વાહનોનું વેચાણ થયું
હોન્ડા ટુ-વ્હીલર્સ ભારતીય બજારમાં(Indian market) ઝડપથી વધી રહી છે. સપ્ટેમ્બર 2022 માં પણ, કંપનીના કુલ વેચાણમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 7.6% નો વધારો થયો હતો. કંપનીએ કુલ 5.18 લાખ ટુ-વ્હીલરનું વેચાણ કર્યું હતું, જ્યારે સપ્ટેમ્બર 2021માં આ સંખ્યા 4.88 લાખ હતી.