Site icon

How to Save rs 1 crore: 50 હજાર રૂપિયા કમાઈને પણ તમે બની શકો છો કરોડપતિ, તમારે દર મહિને બસ આટલા પૈસાની બચત કરવી પડશે, આ છે ગણિત..જાણો વિગતે..

How to Save rs 1 crore: જો તમે ઇચ્છો, તો તમે તમારા પગારમાંથી બચત કરી શકો છો. આ માટે માત્ર ઈચ્છાશક્તિ અને બહેતર આયોજનની જરૂર છે. આજે અમે તમને કેવી રીતે અને કેટલી બચત કરવીને એક કરોડ રુપિયા જમા કરી શકો તે વિશે જણાવીશું..

How to Save rs 1 crore You can become a millionaire even by earning 50 thousand rupees, you just have to save this much money every month, this is the math

How to Save rs 1 crore You can become a millionaire even by earning 50 thousand rupees, you just have to save this much money every month, this is the math

News Continuous Bureau | Mumbai 

How to Save rs 1 crore: દેશમાં હાલ મોઘવાંરી સતત વધી રહી છે. તેથી પગાર ( Salary ) પણ વધી રહ્યો છે. પરંતુ ખર્ચા પણ વધી રહ્યા છે.  તેથી કંઈ બચત થતી નથી. દેશના મોટાભાગના લોકોનું આ બહાનું છે. આ બહાના હેઠળ વર્ષો વીતી જાય છે. જ્યારે કેટલાક લોકો એવા છે જે હંમેશા કહે છે કે આવતા વર્ષે પગાર થોડો વધશે, તો જ તેઓ બચત ( savings ) કરશે. પરંતુ વાસ્તવમાં આવું થતું નથી. 

Join Our WhatsApp Community

વિશ્વાસ કરો, જે લોકો પગાર વધારા પછી થોડા પૈસા બચાવવાનો આગ્રહ રાખે છે તેઓ ક્યારેય બચત કરી શકતા નથી. કારણ કે બચત માટે પગાર વધારાની રાહ ક્યારેય પૂરી થતી નથી. જો તમે ઇચ્છો, તો તમે તમારા પગારમાંથી બચત કરી શકો છો. આ માટે માત્ર ઈચ્છાશક્તિ અને બહેતર આયોજનની જરૂર છે. આજે અમે તમને કેવી રીતે અને કેટલી બચત કરવી તે વિશે વિગતવાર જણાવીશું. 

How to Save rs 1 crore: જો તમે નિયમિતપણે નાની રકમનું રોકાણ કરો છો, તો પણ તમે લાંબા ગાળે મોટી રકમ બચાવી શકશો…

જો તમે નિયમિતપણે નાની રકમનું રોકાણ ( Investment ) કરો છો, તો પણ તમે લાંબા ગાળે મોટી રકમ બચાવી શકશો. આનો તમામ શ્રેય કમ્પાઉન્ડિંગ ફેક્ટરને જાય છે. જેને ઈનક્વિટી રોકાણ પણ કહેવામાં આવે છે.

જો તમારે 1 કરોડ જેટલી રકમ જમા કરવી હોય તો તે માટે, તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ( Equity Mutual Fund ) સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ( SIP ) થી શરૂઆત કરી શકો છો. તમે નિયમિતપણે મ્યુચ્યુઅલ ફંડ ( Mutual fund ) એસઆઈપીમાં નિશ્વિત રકમનું રોકાણ કરી શકો છો.

આ સમાચાર  પણ વાંચો :  Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં શ્રી અમરનાથજી યાત્રા માટે સુરક્ષા અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

How to Save rs 1 crore: દર મહિને તમારા પગારના 15-20% રોકાણ કરી શકો છો…

ભલે તમે રૂ. 50,000 જેટલો જ પગાર કેમ ન હોય, પણ તમારે તમારા મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અમુક રકમ અલગ રાખવાની જરૂર પડશે. જો તમે દર મહિને તમારા પગારના 15-20% રોકાણ કરી શકો છો, તો તમે વ્યાજબી સમયગાળા માટે રોકાણ કરી શકો છો.

ધારો કે તમે તમારા પગારના 15% એટલે કે 7,500 રૂપિયા દર મહિને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો જે વાર્ષિક 12% વળતર આપે છે. ધારી રહ્યા છીએ કે તમને 20 વર્ષ સુધી સતત વળતર મળે છે. તો તમે એક કરોડના માલિક બની શકો છો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version