ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
એચપી એડહેસિવ્સના IPO શેરબજારમાં લિસ્ટ થયો છે. NSE પર આ શેર લગભગ ૧૫ ટકાના પ્રીમિયમ પર રૂ. ૩૧૫ પર લિસ્ટ થયો હતો જ્યારે BSE પર આ શેર રૂ. ૩૧૯ના સ્તરે લિસ્ટ થયો હતો. સવારે ૧૧ વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં આ શેર ૨૧ ટકાના વધારા સાથે રૂ. ૩૩૦.૭૫ પર ટ્રેડ કરી રહ્યો હતો.
એચપી એડહેસિવ્સના શેરની ઇશ્યૂ પ્રાઇસ રૂ. ૨૭૪ હતી. આ IPO ૧૫મી ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો જે ૧૭મી ડિસેમ્બરે બંધ થયો હતો. તેને IPO માટે લગભગ ૨૧ ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. કંપનીએ માર્કેટમાં ૨૫.૩ લાખ શેર ઇશ્યૂ કરવાની જાહેરાત કરી હતી જેના બદલામાં ૫.૩ કરોડ શેર માટે બિડ આવી હતી.કંપની દ્વારા ફ્રેશ ઇશ્યૂ તેમજ ઓફર ફોર સેલની જાહેરાત કરવામાં આવી હતી.
તેલંગાણા અને છત્તીસગઢ સરહદે સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, આટલા નક્સલવાદી ઠાર
સબ્સ્ક્રિપ્શન્સના સંદર્ભમાં રિટેલ સેગમેન્ટને ૮૧.૨ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું, બિન-સંસ્થાકીય રોકાણકારોના સેગમેન્ટને ૧૯ ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) સેગમેન્ટને ૧.૮ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. આ IPOની ઇશ્યૂ પ્રાઇસ રૂ. ૨૬૨-૨૭૪ વચ્ચે હતી.
કંપનીએ IPOના ૭૫ ટકા ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત રાખ્યા હતા. ૧૫ ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને ૧૦ ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા હતા.
એચપી એડહેસિવ્સ કંપની કન્ઝ્યુમર એડહેસિવ્સ બનાવે છે. આ કંપની પીવીસી, સીપીવીસી, યુપીવીસી સોલવન્ટ સિમેન્ટ, સિન્થેટિક રબર એડહેસિવ, પીવીએ એડહેસિવ, સિલિકોન સીલંટ, એક્રેલિક સીલંટ, પીવીસી પાઇપ લ્યુબ્રિકન્ટ જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. ગ્રે માર્કેટમાં પણ આ સ્ટૉકની ઘણી ચર્ચા છે.
સેબીને સુપરત કરાયેલા દસ્તાવેજમાં કંપનીએ જણાવ્યું હતું કે તે IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો કાર્યકારી મૂડી તરીકે ઉપયોગ કરશે. આ સિવાય કંપની ક્ષમતા વિસ્તરણની પણ યોજના ધરાવે છે. આ ફંડનો ઉપયોગ બિઝનેસના વિસ્તરણ માટે પણ કરવામાં આવશે. આ IPO ૧૨૬ કરોડનો હતો. જેમાં ફ્રેશ ઈશ્યુ રૂ. ૧૧૩ કરોડનો હતો.
