Site icon News Continuous Bureau | Mumbai

ભારત માં ઓપરેટ કરનારી આ વિદેશી બેંક ને યુરોપ માં કરોડો ડોલર નો દંડ. જાણો બેંક નું નામ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર

ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કાર્ટેલ રચવા બદલ યુરોપિયન યુનિયને ચાર બેંકોને કુલ ૩૯ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે તેમ યુરોપિયન યુનિયને એક નિવેદનમાં જણાવ્યું છે. ફોરેન એક્સચેન્જ સ્પોટ ટ્રેડિંગ કાર્ટેલમાં સાંઠગાંઠ રચવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. કાર્ટલ રચવાને કારણે આ બેંકોને કરન્સી ડીલમાં રહેલા જાેખમનો ઓછો સામનો કરવો પડતો હતો. સૌથી વધુ ૨૦ કરોડ ડોલરનો દંડ એચએસબીસીને ફટકારવામાં આવ્યો છે. જ્યારે ક્રેડિટ સુઇસ, આરબીએસ અને બ્રાકલેસને ઓછો દંડ થયો છે. ઇયુના એક્ઝિક્યુટીવ પાંખ યુરોપિયન કમિશનના જણાવ્યા અનુસાર યુબીએસને દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે કારણકે તેણે કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો.  કમિશનના વાઇસ પ્રેસિડન્ટ માર્ગરેથે વેસ્ટાગેરે જણાવ્યું હતું કે પાંચ બેંકોની સાઠગાંઠને કારણે   નાણાકીય સેક્ટરની અખંડિતતા યુરોપિયન આૃર્થતંત્રના ભોગે જાેખમમાં મૂકાઇ ગઇ હતી. કમિશને વધુમાં જણાવ્યું છે કે વિવિધ ફોરેન એક્સચેન્જ સ્પોટ ટ્રેડર્સે સંવેદનશીલ માહિતી અને ટ્રેડિંગ પ્લાનની આપલે કરી હતી. કમિશને એક નિવેદનમાં જણાવ્યું છે કે આ બેંકોએ કેટલીક  વખત સ્ટર્લિંગ લેડ્‌સ નામના ઓનલાઇન પ્રોફેશનલ ચાર્ટ રૂમ દ્વારા ટ્રેડિગ સ્ટ્રેટિજી કોઓર્ડિનેટ કરી હતી. યુબીએસે આ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હોવાથી તેને ૧૦.૬ કરોડ ડોલરના દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે. યુરોપિયન યુનિયનને તપાસમાં સહકાર આપવા બદલ બાર્કલેસ, આરબીએસ અને એચએસબીસીને દંડમાં રાહત આપવામાં આવી છે.

 

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Dear Prime Minister Ambani “ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી” એલોન મસ્કે સ્ટારલિંકના વિવાદમાં મુકેશ અંબાણી પર કર્યો આકરો કટાક્ષ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Exit mobile version