ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 ઓક્ટોબર 2020
હીરાથી જડેલી વીંટી તો કોને પસંદ ન આવે. લગ્ન પ્રસંગથી માંડીને નાના માટે એવા અનેક પ્રસંગોમાં લોકો તેને પહેરતા હોય છે. પણ એક વાર વિચારો કે આપની પાસે એવી વીંટી હોય, કે જેમાં સૌથી વધુ હીરા લગાવેલા હોય, તો આપને કેટલી ખુશી થાય.
એવી જ એક હીરાજડિત વીટી હૈદરાબાદના એક જ્વેલરે બનાવી છે, જેમાં 7801 હીરા જડેલા છે, જેના કારણે તેનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે.
આ વીંટી હૈદરાબાદના પ્રખ્યાત જ્વેલર અને હોલમાર્ક જ્વેલર્સના માલિક કોટ્ટિ શ્રીકાંતે બનાવી છે.
આ અદ્ભૂત વીંટી દુર્લભ ફૂલ બ્રહ્મ કમળની પ્રતિકૃતિ છે. આ રિંગનું નામ – ‘ધ ડિવાઈન-7801 બ્રહ્મ વજ્ર કમલમ’ રાખવામાં આવ્યું છે.
કોટ્ટિએ આ વીંટી હિમાલયમાં ઉગતાં દુર્લભ ફૂલ બ્રહ્મકમલમથી પ્રેરિત થઈને બનાવી છે. જેને અત્યંત શુદ્ધ માનવામાં આવે છે.
તથા તેનો ઉપયોગ ધાર્મિક કામ માટે થાય છે. તેના ઔષધીય ગુણ પણ છે. રિંગનો પ્લાન પહેલી વાર 2018માં બનાવ્યો હતો. જેને બનાવવા માટે 11 મહિના કરતા પણ વધારે સમય લાગ્યો છે.