News Continuous Bureau | Mumbai
જો તમે બેંકમાં નોકરી(Bank job) કરવા ઈચ્છતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. IBPS બેંક હેઠળ ક્લર્કની 6,035 જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી ઓનલાઇન(online Application) કરવાની છે અને છેલ્લી તારીખ 21 જુલાઈ, 2022 છે. IBPS એ સરકારી બેંકોમાં(Government banks) હજારો ખાલી જગ્યાઓ ભરવા માટે પહેલી જુલાઈથી અરજી પ્રક્રિયા શરૂ કરી છે.
જુદી જુદી બેંકોમાં ક્લર્કની(Bank clerk) 6,035 જગ્યા ખાલી છે. આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત(Educational Qualification) સ્નાતક(Graduation) હોવું જરૂરી છે. 20થી 28 વર્ષના લોકો અરજી કરી શકે છે. અરજી કરવા જનરલ/ OBC / EWS શ્રેણીના લોકો માટે રૂ. 850 / તો SC / ST ઉમેદવારો માટે રૂ. 175 ફી છે. પહેલી જુલાઈથી અરજી કરવાનું શરૂ થયું છે. અરજી કરવાની છેલ્લી તારીખ – 21મી જુલાઈ 2022 છે. અરજી માટેની અધિકૃત વેબસાઇટ www.ibps.in છે.
આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ- હવે સોનું ખરીદવું થશે મોંઘું- સરકારે આયાત ડ્યૂટી 7-5 થી વધારી આટલા ટકા કરી
IBPS શું છે? IBPS એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન(Institute of Banking Personnel Selection). આ સંસ્થા બેંકોમાં નોકરીઓ માટે પરીક્ષાઓનું આયોજન કરે છે. આ સંસ્થા દ્વારા ભારતમાં 11 સરકારી બેંકોમાં નોકરી માટે અરજી કરી શકાય છે. જો કે, SBI બેંક આમાં ભાગ લેતી નથી, SBI ભરતી માટે એક અલગ પરીક્ષા છે.
જે બેંકોમાં ભરતી થવાની છે, તેમાં બેંક ઓફ ઈન્ડિયા(BOI), કેનેરા બેંક(Canara Bank), ઇન્ડિયન ઓવરસીઝ બેંક(Indian Overseas Bank), યુકો બેંક(UCO Bank), સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા(Central Bank of India), બેંક ઓફ બરોડા(BOB), પંજાબ નેશનલ બેંક(PNB), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા(UBOI), ઈન્ડિયન બેંક(Indian Bank,), પંજાબ એન્ડ સિંધ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.