News Continuous Bureau | Mumbai
ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે તેના ‘ભારતમાં મહિલાઓમાં વીમા જાગૃતિ’ અહેવાલના તારણો પ્રકાશિત કર્યા છે, જેનો હેતુ મહિલાઓમાં વીમા પ્રત્યેની જાગૃતિને સમજવા અને મહિલાઓમાં સામાન્ય વીમાની ખરીદી કરવાની આદતને સમજવા ઉપરાંત, તેમના પોતાના માટે સામાન્ય વીમો ખરીદવાની વાત આવે ત્યારે તેમની માન્યતાઓ, વિશ્વાસ અને નિર્ણય લેવાની પ્રક્રિયાને સમજવાનો પણ છે. આ રિપોર્ટ તેના વિશ્લેષણમાં મહિલા સામાન્ય વીમા પૉલિસી ધારકો અને ઇચ્છુકો બંનેનો સમાવેશ કરીને વીમા પર એક વિશિષ્ટ પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે. આ અભિગમ દ્વારા, અહેવાલ વીમાને લગતી ગેરમાન્યતાઓને પ્રકાશિત કરે છે જે ભારતમાં મહિલાઓને વીમીત કરવા અવરોધે છે.
આ સર્વેમાં સમગ્ર જાગરૂકતા, આરોગ્ય વીમા પ્રદાતાઓ, મહિલા-કેન્દ્રિત આરોગ્ય વીમા યોજનાઓ પ્રત્યેની સુસંગતતા, નિર્ણય લેવાની ક્ષમતા અને આરોગ્ય અને મોટર વીમો ખરીદતી વખતે સામેલગીરી જેવા વિવિધ પાસાઓ પર મહિલાઓમાં સામાન્ય વીમા સાક્ષરતાની વર્તમાન સ્થિતિનું પ્રમાણ દર્શાવે છે. તાજેતરનો અભ્યાસ 21 – 55 વર્ષની ઉંમરની 779 મહિલા ઉત્તરદાતાઓ સાથે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વીમા ધારકો (આરોગ્ય અને મોટર વીમો) અને વીમો ખરીદવા ઈચ્છતી (આરોગ્ય વીમો) ભારતભરમાંથી મેટ્રો અને ટિયર 1 શહેરોમાંની મહિલાઓનો સમાવેશ છે.
આ સમાચાર પણ વાંચો : કામરેજ : ગાયપગલા તાપી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું.. અધધ આટલા લાખની કિંમતનો મુદ્દામાલ પકડાયો
વધુમાં, અહેવાલ એ પણ પ્રકાશિત કરે છે કે ઘણી મહિલાઓ માને છે કે જરૂરિયાતના સમયે તાત્કાલિક નાણાકીય મદદ અને જીવનશૈલીને કારણે થતી બિમારીઓની વધતી ઘટનાઓ સામે રક્ષણ એ આરોગ્ય વીમામાં રોકાણ કરવાના ટોચના બે કારણો છે. હેલ્થકેરનો વધતો ખર્ચ પણ હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદવાનું મુખ્ય કારણ છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “ડેટા દર્શાવે છે કે ભારતમાં માત્ર અમુક ટકા મહિલાઓ જ સામાન્ય વીમાને પ્રાથમિકતા માને છે. આ ભારતમાં મહિલાઓમાં સામાન્ય વીમા અંગે વધુ જાગૃતિ અને શિક્ષણની જરૂરિયાત દર્શાવે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં મહિલાઓની અનન્ય જરૂરિયાતોને પૂરી કરતી વધુ જાતિ-સંવેદનશીલ વીમા પૉલિસીની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. અમે મહિલાઓને વીમા ઉકેલો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે તેમની ચોક્કસ જરૂરિયાતો પૂરી કરે છે. અમારું ધ્યેય જાગૃતિ લાવવાનું છે, મહિલાઓને વીમા વિશે સર્વગ્રાહી રીતે શિક્ષિત કરવાનો છે અને એક સરળ, બુદ્ધિશાળી ગ્રાહક અનુભવ બનાવવાનો છે જે ગ્રાહક માટે મહત્તમ મૂલ્ય ધરાવે છે.”
અભ્યાસમાંના મુખ્ય મુદ્દા:
– આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ મહિલા ઉત્તરદાતાઓમાં જાગૃતિના સંદર્ભમાં ટોચની ત્રણ બ્રાન્ડ્સમાં સામેલ છે
– આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ નાણાકીય રીતે સ્વતંત્ર મહિલાઓમાં ‘શ્રેષ્ઠ’ સ્વાસ્થ્ય વીમા બ્રાન્ડ તરીકે ટોચની ત્રણ બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવે છે.
– જીવનનો તબક્કો સામાન્ય વીમાના ઉપયોગ અને માન્યતાઓને પણ પ્રભાવિત કરે છે.
o સામાન્ય વીમાના ઉપયોગનું ઊંચું પ્રમાણ ‘પરિણીત અને સંતાન ધરાવતા લોકો’ વિરુદ્ધ એકલ અથવા ‘પરિણીત તથા સંતાન હોય નહીં તેવા લોકો’ વચ્ચે જોવા મળ્યું હતું.
o 41-55 વર્ષની વયની અડધાથી વધુ મહિલાઓ (54%) માને છે કે ખરીદીનું મુખ્ય કારણ ઉંમર છે (એટલે કે, ‘હું હવે મોટી થઈ ગઈ છું, તેથી મારે મારી જાતને સુરક્ષિત રાખવાની જરૂર છે.’)
• 61% ઉત્તરદાતાઓ માને છે કે 25-34 વર્ષ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીમાં રોકાણ કરવાની યોગ્ય ઉંમર છે
• નાણાકીય રીતે સ્વતંત્ર મહિલા (આવકનો પોતાનો સ્ત્રોત)
o જે મહિલાઓની પોતાની આવકનો સ્ત્રોત છે તેઓ વીમા ધારક હોવાની વધુ શક્યતા ધરાવે છે. 60% મહિલાઓ જેમની પાસે પોતાની આવકનો સ્ત્રોત હતો તેઓ સામાન્ય વીમાનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું
– અન્ય સ્ત્રોતો પર નિર્ભર લોકોની સરખામણીએ સામાન્ય વીમો, મહિલા કેન્દ્રિત યોજનાઓ, સુવિધાઓ વગેરે વિશે એકંદર જાગૃતિ ઊંચી છે
o ખરીદી પ્રક્રિયામાં વધુ સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા દર્શાવે છે
• આરોગ્ય વીમો ખરીદવાની ઈચ્છા ધરાવતી મહિલાઓમાં, ખરીદી પ્રક્રિયા/પેપરવર્ક વગેરે ખરીદી માટે #1 અવરોધ છે, ત્યારબાદના ક્રમે પોષણક્ષમતા આવે છે.
• ખરીદી માટે નિર્ણય લેવો એ સંપૂર્ણપણે સ્વતંત્ર પ્રક્રિયા નથી; આરોગ્ય વીમા પોલિસી ધરાવનાર માત્ર 58% મહિલાઓએ મિત્રો/પરિવાર/જીવનસાથીની કોઈ મદદ વિના સંપૂર્ણ રીતે પોતાની જાતે નિર્ણય લીધો હતો.
• 53% પ્રતિવાદીઓ માને છે કે વેબસાઇટ્સ માહિતી/સલાહનો #1 સ્ત્રોત છે.
• ટોચની 5 આરોગ્ય વીમા વિશેષતાઓ પ્રતિવાદીઓ વાકેફ છે
o વીમા નેટવર્ક હેઠળ કેશલેસ સુવિધા
o વિવિધ બિમારી માટે કવચ પર મર્યાદા
o ગંભીર બીમારી માટે વિશિષ્ટ કવરેજ
o મફત વાર્ષિક તબીબી તપાસ
o ‘બાકાત’ તરીકે વર્ગીકૃત થયેલ બિમારીની યાદી
• આરોગ્ય વીમા પોલિસી ધરાવનાર 65% મહિલાઓ મહિલા વિશિષ્ટ સ્વાસ્થ્ય વીમા યોજના ધરાવે છે
• વાહન વીમામાં સૌથી વધુ મૂલ્યવાન ટોચની ચાર બાબતો
1. દાવાઓની સરળ પ્રક્રિયા
2. વાજબી કિંમત અને ખર્ચ અસરકારકતા
3. અનકુળ અને સમજવામાં સરળ
4. મહિલાઓ માટે આવી કટોકટીની સહાયનો લાભ
આ અભ્યાસ ભારતમાં સામાન્ય વીમા વિશે લોકોને શિક્ષિત કરવા અને મહિલાઓને સશક્તકરવા તરફ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. કંપની તેના ગ્રાહકોને નવીન અને સુલભ વીમા ઉકેલો પ્રદાન કરવામાં મોખરે રહી છે. વધુમાં, રિપોર્ટના તારણો પર આધારિત, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વધુ વીમા પ્રોડક્ટ્સ વિકસાવવા માંગે છે જે ખાસ કરીને મહિલાઓની જરૂરિયાતોને પૂરી કરે છે- જેમ કે પ્રસૂતિ સ્વાસ્થ્ય વીમો અને વર્તમાન વીમા પોલિસીઓમાંના અંતરાયોને દૂર કરવા. કંપની નજીકના ભવિષ્યમાં આ સર્વેક્ષણમાંથી મળેલી શીખોના આધારે નાણાકીય શિક્ષણ/જાગૃતિ કેમ્પેઈન ચલાવવાની અને ભારતમાં મહિલાઓમાં વીમાની પહોંચને આગળ વધારવામાં મદદ કરવાની પણ યોજના ધરાવે છે.