લાંબા ગાળાનું રેટિંગ (ઈકરા) AAથી વધારીને (ઈકરા) AA+ કર્યું, આઉટલૂક પોઝિટિવથી સુધારીને સ્ટેબલ કર્યું
ટૂંકા ગાળાનું રેટિંગ (ઈકરા) A1+ પર યથાવત રાખ્યું
મુંબઈ, 23 માર્ચ, 2023 – ઈકરાએ સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડ (સીએમએસ) ના લાંબા ગાળાના ક્રેડિટ રેટિંગને AA થી AA+ માં અપગ્રેડ કર્યું છે. આવકમાં સ્થિર વૃદ્ધિ, નફાના માર્જિનમાં સુધારો, આરામદાયક મૂડી માળખું અને મજબૂત પ્રવાહિતા સ્થિતિ જેવી બાબતોના લીધે આ રેટિંગ અપગ્રેડ સીએમએસની ક્રેડિટ પ્રોફાઇલને મજબૂત બનાવે છે.
રેટિંગમાં સુધારા અંગે ટિપ્પણી કરતાં સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સના એક્ઝિક્યુટિવ વીસી અને સીઇઓ શ્રી રાજીવ કૌલે જણાવ્યું હતું કે “રેટિંગ અપગ્રેડ એ અમારા મજબૂત વ્યવસાયનું પ્રતિબિંબ છે જેણે ચડાવઊતારભર્યા વાતાવરણમાં પણ સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને મજબૂત નફાકારકતા સાથે ઉચ્ચ વૃદ્ધિ પણ આપી છે. અમારી ઋણમુક્ત સ્થિતિ અને સ્વસ્થ આંતરિક ઉપાર્જન એ અમારી નેતૃત્વની સ્થિતિ બનાવવા અને સંલગ્નતાઓમાં વિસ્તરણ કરવા માટે એક નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભ છે.”
આ સમાચાર પણ વાંચો : બીજા વાર્ષિક ગ્રેટ ઈન્ડિયન બાયોલોજિક્સ ફેસ્ટિવલ, 2023માં FedEx Express તેના હેલ્થકૅર સોલ્યુશન્સનું નિદર્શન કરશે
ક્રેડિટ સ્ટ્રેન્થ્સ:
• રોકડ વ્યવસ્થાપન વ્યવસાયમાં અગ્રણી કંપની
• મુખ્ય ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો
• મજબૂત નાણાંકીય પ્રોફાઇલ અને તરલતાની સ્થિતિ
• મોટા પ્રમાણમાં ઓર્ડર બુક નજીકથી મધ્યમ ગાળામાં સારી આવકની સંભાવના વ્યક્ત કરે છે
આ અપડેટ પર ઈકરાની રેટિંગ નોંધ પ્રેસ રિલીઝ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો જેમાં રેટિંગનો તર્ક શામેલ છે: https://www.icra.in/Rationale/ShowRationaleReport?Id=118730