News Continuous Bureau | Mumbai
IDFC Bank Penalty: IDFC બેંકે એક વ્યક્તિ પાસેથી એવી લોન માટે માસિક હપ્તો ( EMI ) કાપ્યો જે તેણે ક્યારેય લીધો ન હતો. આ કેસમાં હવે ગ્રાહક અદાલતે ( consumer court ) બેંકને નવી મુંબઈની વ્યક્તિને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (મુંબઈ સબઅર્બન) એ બેંકને સેવામાં ઉણપ માટે દોષી ઠેરવ્યું હતું અને તેને ગ્રાહકને વ્યાજ સાથે રૂ. 5,676 ની EMI રકમ પરત કરવા પણ કહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, IDFC બેંકે નવી મુંબઈમાં ( Navi Mumbai ) રહેતા એક વ્યક્તિના બેંક ખાતામાંથી ( Bank Account ) EMIના નામે 5,676 રૂપિયા કાપ્યા હતા . જો કે, ખાતાધારકે કોઈ લોન લીધી ન હતી તેમ છતાં તેના ખાતામાંથી બેંકે EMI રુપે પૈસા કાપવામાં આવી રહ્યા હતા. પૂછપરછ પર, બેંકે ફરિયાદીને કહ્યું કે તેણે તેને એક ઈમેઈલ મોકલીને જાણ કરી હતી કે તે ECS પેમેન્ટ છે. જ્યારે તે વ્યક્તિ બેંકની શાખામાં ગયો ત્યારે તેને લોન એકાઉન્ટ આપવામાં આવ્યું હતું. ફરિયાદીનો આરોપ છે કે IDFC બેંકે ફરજિયાત પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના અને ખાતાધારકની સહીઓ લીધા વિના છેતરપિંડીથી લોન ( Loan ) મંજૂર કરી હતી. શખ્સે દાવો કર્યો હતો કે બેંકે અંગત વિગતોનો દુરુપયોગ કરીને રૂ. 1,892ની માસિક EMI સાથે 20 મહિનાની મુદત માટે રૂ. 20,000ની લોન ગેરકાયદેસર રીતે મંજૂર કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Indian Spices Export: ભારતમાંથી નિકાસ થતા મસાલાઓ અંગે જારી કરવામાં આવી માર્ગદર્શિકા, ઇથિલિન ઓક્સાઇડની અસરને રોકવા માટે લેવાયા આ કડક પગલાં…
IDFC Bank Penalty: બેંકે કપાયેલી રકમ વ્યાજ સહિત ખાતાધારકને પરત કરવી જોઈએ….
આ બાદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ બાદ, આ મામલે પંચે મહત્વનો ચુકાદો આપ્યો છે. બેંક દ્વારા આપવામાં આવેલી લોનની રકમ ફરિયાદીના બેંક ખાતામાં જતી હતી જે લોનો તેણે ક્યારેય લીધી જ નહી. તેથી બેંકનો આ વ્યવહાર યોગ્ય નથી. ફરિયાદીના ખાતામાંથી ગેરકાયદેસર રીતે બેંક દ્વારા EMI કપાતું હતું. આનાથી તેનો CIBIL સ્કોર પણ ખરાબ થયો હતો. આથી બેંકે કપાયેલી રકમ વ્યાજ સહિત ખાતાધારકને પરત કરવી જોઈએ. તેમજ માનસિક અને શારીરિક વેદના માટે ગ્રાહકને એક લાખ રૂપિયાનું વળતર ( Compensation ) ચૂકવવું જોઈએ. ઉપરાંત, ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે આદેશ આપ્યો છે કે બેંકે આ કેસમાં થયેલા ખર્ચ તરીકે ગ્રાહકને દસ હજાર રૂપિયા ચૂકવવા જોઈએ અને તેનો CIB સ્કોર પુનઃસ્થાપિત કરવો જોઈએ.