ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
કોરોનાકાળમાં ડિજિટલ પેમેન્ટને સરકારે પ્રોત્સાહન આપ્યું હતું, લોકો પણ હવે વધુ ને વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ભાર આપી રહ્યા છે. ડિજિટલ વોલેટ, NEFT/RTGS, UPI, ગૂગલ પે, ભીમ ઍપ અને અન્ય સર્વિસથી પૈસાની લેવડદેવડ વધી ગઈ છે. એકબીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા પણ સરળ થઈ ગયું છે. જોકે અમુક સમયે પૈસા ટ્રાન્સફર કરવા સમયે ભૂલથી બીજો ઍકાઉન્ટ નંબર ટાઇપ થઈ જતાં ખોટા ઍકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જતા હોય છે. જો આવી ભૂલ થઈ જાય તો શું કરવું જોઈએ?
ભૂલથી કોઈ બીજી વ્યક્તિના બૅન્ક ઍકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા તો સૌથી પહેલાં પોતાની બૅન્કને ફોનથી અથવા ઈ-મેઇલથી જાણ કરવી . શક્ય હોય તો બૅન્કમાં પર્સનલી પહોંચીને જાણ કરવી. બૅન્કના કસ્ટરમ કૅર સેન્ટરમાં પણ ફોન કરીને ફરિયાદ કરી શકાય. ઈ-મેઇલમાં તમામ માહિતી માગવામાં આવે તો તાત્કાલિક ઈ-મેઇલ કરીને પૂરી માહિતી આપવી. એમાં ટ્રાન્ઝેક્શનની તારીખ, સમય, પોતાનો ઍકાઉન્ટ નંબર, જે ઍકાઉન્ટમાં ભૂલથી પૈસા મોકલી દેવામાં આવ્યા હોય એના એકાઉન્ટ નંબર વગેરેની માહિતી પણ આપવી.
ભારતની જેમ ચીનમાં પણ કોલસાની અછત અને ઊર્જા સંકટનો ખતરો; ચીની સરકારે ભર્યું આ મોટું પગલું; જાણો વિગત
તમારાથી જે બૅન્કના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોય અને એ એકાઉન્ટ નંબર ખોટો હોય અથવા IFSC કોડ નંબર ખોટો હશે તો પૈસા પોતાની મેળે ખાતામાં પાછા આવી જશે, પરંતુ જો એવું નથી તો પોતાની બૅન્કમાં પહોંચીને બૅન્ક મૅનેજરને ખોટા ટ્રાન્ઝેક્શન બાબતે જાણ કરવી. તેમ જ કઈ બૅન્કના ખાતામાં પૈસા ગયા છે એ જાણવાનો પ્રયાસ કરવો. જો કોઈ બીજી બૅન્કના ખાતામાં પૈસા ભૂલથી ટ્રાન્સફ થયા છે તો રકમ પાછી મળવામાં સમય લાગી શકે છે. અમુક વખતે તો બૅન્ક આવા પ્રકરણમાં બે મહિનાથી પણ વધુ સમય લેતી હોય છે. કયા શહેરની કઈ બ્રાન્ચમાં પૈસા ટ્રાન્સફ થયા છે એ પોતાની બૅન્ક પાસેથી જાણી લેવું. તેમ જ શક્ય હોય એ બૅન્કના મૅનેજરની મુલાકાત લઈને તેમને જાણ કરવી.
કોઈ બીજાના ઍકાઉન્ટમાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થયા તો પાછા મેળવવામાં વિલંબ થતો હોય છે. જો અમુક વખતે પૈસા પાછા કરવાનો ઇનકાર કરવામાં આવે છે. આવા પ્રકરણમાં પોલીસમાં કેસ નોંધાવી શકાય છે. જો તમે ઇચ્છો તો લીગલ ઍક્શન પણ લઈ શકો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનો નિર્દેશ છે કે જો ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા જમા થઈ જાય છે તો તમારી બૅન્કે જલદીમાં જલદી ઍક્શન લેવાની રહેશે. બૅન્કે ખોટા ખાતામાંથી તમારા ખાતામાં પૈસા પાછા નાખવાની વ્યવસ્થા કરવાની રહેશે. આજકાલ પૈસા ટ્રાન્સફર કરવા પર મોબાઇલ અને મેઇલ પર મૅસેજ મળે છે. જો કોઈ ટ્રાન્ઝેક્શન ખોટું થાય છે તો આ ફોન નંબર પર મૅસેજ મોકલો અને એના દ્વારા ફરિયાદ નોંધાવો.