ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
મોબાઇલ બિલ, અન્ય યુટીલીટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના subscription પર લાગુ ઓટો ડેબિટ સિસ્ટમ ગુરુવારથી એટલે કે ૧લી એપ્રિલથી બંધ થઈ જશે. આ સંદર્ભે આરબીઆઇએ એક નવો નિયમ બનાવ્યો છે જે નાણાકીય વર્ષના પહેલા દિવસથી લાગુ થશે.
કેન્દ્રીય બેન્કોએ એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA) ને નવી ગાઇડલાઇન લાગુ કરવા માટે 31 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. આ નવી ગાઇડલાઇન ના અંતર્ગત બેન્કોએ ઓટો ડેબિટ ચુકવણીની તારીખના 5 દિવસ પહેલા ગ્રાહકને એક નોટિફિકેશન મોકલવું પડશે, અને ત્યારબાદ ગ્રાહક તે માટેની મંજૂરી આપશે પછી ચુકવણી થશે. આ નવો નિયમ લાગુ કરવાથી કરોડો સબ્સ્ક્રાઇબર્સ પ્રભાવિત થવાની શક્યતા છે.
ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના કહેવા પ્રમાણે,જોકે મોટાભાગની બેંકો આ માટે હજી તૈયાર નથી.તેથી જ બેંકો સાથે જોડાયેલા કાર્ડ નેટવર્ક આ નવા નિયમનું પાલન નહીં કરી શકે.
