257
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણયની જાહેરાત કરી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ MPSના માધ્યમથી થનારા ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી દીધી છે.
હવે એક દિવસમાં 2 લાખ રૂપિયાને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.
સાથે જ ગ્રાહકોની સગવડ માટે રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. હવે RTGSનો ટાઇમિંગ 24X7 થઈ ગયો છે
આ ઉપરાંત NEFTના માધ્યમથી ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મિનિમમ લિમિટ નથી એટલે કે તમે ઈચ્છો તેટલા નાણા ટ્રાન્સફર કરી શકો છો.
જો મેક્સિમમ લિમિટની વાત કરવામાં આવે તો તે બેંકો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.
You Might Be Interested In