SRA પ્રોજેક્ટમાં બિલ્ડરોને ઘી-કેળાં, કોવિડકાળમાં રેકૉર્ડ બ્રેક પ્રોજેક્ટ થયા મંજૂર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

શનિવાર

કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષથી મોટા ભાગની ઇન્ડસ્ટ્રીમાં મંદી જોવા મળી છે, પરંતુ સ્લમ રિહેબિલિટેશન ઑથૉરિટી (SRA) હેઠળ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં બિલ્ડિરોએ મોટા પ્રોજેક્ટ પાર પાડ્યા છે. માર્ચ 2019થી એપ્રિલ 2021 સુધીના સમયગાળામાં રેકૉર્ડ બ્રેક કહેવાય એમ 516 પ્રોજેક્ટને મંજૂરી મળી છે. એમાં લાંબા સમયથી અટવાઈ ગયેલા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.એટલુ જ નહીં, પણ સૌથી વધુ પ્રોજેક્ટ પણ આ સમયમાં  જ પૂરા થયા છે. એની સામે એપ્રિલ 2017થી માર્ચ 2019 દરમિયાન માત્ર 186 પ્રોજેક્ટ મંજૂર થતાં તેમને લેટર ઑફ ઇન્ટેટ આપવામાં આવ્યા હતા. SRA પ્રોજેક્ટને ઝડપથી મંજૂરી મળતાં ઝૂંપડાવાસીઓને ઇમારતમાં ઘર મળવાનો માર્ગ મોકળો થયો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરી મોટી જાહેરાત, ભારતની આ મહિનામાં આવી જશે ડિજિટલ કરન્સી; જાણો વિગતે 

માર્ચ 2019થી એપ્રિલ 2021 દરમિયાન SRA દ્વારા  28,162 સ્લમ રિહેબિલિટેશન યુનિટોને ઑક્યુરેન્સી સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. એમાં 2019-20માં 8,602, 2021ની સાલમાં 13,875 અને એપ્રિલ 2021માં 5,685 ઑક્યુપેન્સી સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. એની સામે એપ્રિલ 2017થી માર્ચ 2019 દરમિયાન 26,422 ઑક્યુપેન્સી સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *