Site icon

અરે વાહ! વૃક્ષોને પણ હવે મળશે પેન્શન, વૃક્ષ બચાવવા અને પર્યાવરણના રક્ષણ માટે સરકારે બનાવી આ અદ્ભુત યોજના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

નાના ખેડૂતો તથા જમીન વગરના મજૂરોના રોજગારને વધારવા સરકાર જુદી-જુદી યોજના અમલમાં મૂકી રહી છે. જે હેઠળ હરિયાણા સરકારે એવી યોજના શરૂ કરી છે, જે ભવિષ્યમાં જમીન વગરના ખેડૂતોને ઉપયોગી સાબિત થશે. હરિયાણા સરકારે પ્રાણવાયુ દેવતાનામની એક અનોખી પેન્શન યોજના ચાલુ કરી છે. એમાં 75 વર્ષથી વધુ ઉંમરનાં વૃક્ષોને પેન્શન આપવાની યોજના છે. વૃક્ષોની દેખરેખ કરનારાને 2,500 રૂપિયાનું પ્રતિવર્ષ પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પેન અને આધાર કાર્ડ જોડવા NSEએ આપી આ તારીખ સુધીની મુદત, અન્યથા ટ્રેડિંગ મેમ્બરોને આવી શકે છે આ અડચણ; જાણો વિગત

સરકારની આ યોજનાથી  ફક્ત ખેડૂતો જ નહીં, પણ જમીન વગરના મજૂરોને પણ લાભ થશે. તેમ જ જંગલમાં દિવસે ને દિવસે વૃક્ષોનું જે નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એ પણ ઘટી જશે. સાથે જ પર્યાવરણનું રક્ષણ પણ થશે અને હવાની ગુણવત્તામાં પણ સુધારો થશે એવો હરિયાણા સરકારે દાવો કર્યો છે. હરિયાણાના અંબાલામાં  વન સંરક્ષણ વિભાગને અત્યાર સુધી વૃક્ષ પેન્શન માટે 55 વૃક્ષોની યાદી પણ મળી ચૂકી છે. સરકારના કહેવા મુજબ કોઈના ઘરમાં 75 વર્ષ કે એની વધુ ઉંમરનું ઝાડ હોય તો તેઓ પણ પેન્શન મેળવી શકે છે.

Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Gold and Silver Prices Skyrocket Amid Iran-US War: સોનું ખરીદતા પહેલા આ વાંચી લેજો! યુદ્ધના કારણે કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, ચાંદીમાં પણ ધરખમ ઉછાળો; જુઓ આજનો ભાવ વધારો
Share Market Crash Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, રોકાણકારોના ₹૯ લાખ કરોડ ડૂબ્યા; જાણો બજાર તૂટવા પાછળના મુખ્ય કારણો.
Oil Crisis Amid Gulf War: યુદ્ધના મેદાનમાં તેલની રમત! અખાતી દેશોમાં તણાવથી ભારતની ચિંતા વધી, રશિયા સાથેની મિત્રતા બની શકે છે રક્ષક
Exit mobile version