News Continuous Bureau | Mumbai
ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના આઠ મહિનામાં IPOનું પરફોર્મન્સ એક વર્ષ પહેલાની તુલનામાં નોંધપાત્ર રહ્યું છે. એપ્રિલથી નવેમ્બરની વચ્ચે કુલ 26 આઇપીઓએ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. જેમાંથી 18 IPOમાં રોકાણકારોને 4% થી 113% સુધીનું રિટર્ન મળ્યું છે. વીનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સનો IPO તેમાં ટોચ પર રહ્યો છે. ચાલુ વર્ષે વોલેટાલિટી ભર્યા માહોલમાં રોકાણકારોએ ઇક્વિટીના બદલે પ્રાઇમરી માર્કેટમાંથી વધુ કમાણી કરી છે. છેલ્લા છ મહિનામાં આવેલા અનેક આઇપીઓમાં મજબૂત રિટર્ન રહ્યું છે.
ખાસકરીને એસએમઇ આઇપીઓએ રોકાણકારોને વધુ કમાણી કરાવી છે. એક્સિસ કેપિટલના એક સરવે અનુસાર માત્ર 5 IPOમાં રોકાણકારોને લિસ્ટિંગ બાદ 1% થી 33%નું નુકસાન સહન કરવાની નોબત આવી છે. જેમાં LIC (-૩૩%), ડેલ્હીવેરી ( 31%), ટ્રેક્શન ટેક્નોલૉજીસ (-11%), આઇનૉક્સ ગ્રીન એનર્જી -7%) તેમજ કીસ્ટોન રિયલ્ટર્સ (-1%) તેમાં સામેલ છે.
આ સમાચાર પણ વાંચો: લાખો ભારતીયોનો ડેટા ‘બોટ માર્કેટ’માં સેલિંગ માટે ઉપલબ્ધ, કિંમત 490 રૂપિયા, હેકર્સ ખરીદનારની શોધમાં
માત્ર બે IPO તામિલનાડુ મર્કન્ટાઇલ બેન્ક (ઇશ્યૂ કિંમત 510 રૂ.) અને ફ્યૂઝન માઇક્રો ફાઇનાન્સ (ઇશ્યૂ પ્રાઇસ 368 રૂ.)નું રિટર્ન શૂન્ય રહ્યું છે. 30 નવેમ્બરે આ શેર્સ આ જ કિંમત પર બંધ રહ્યા હતા. એક એવો IPO પણ હતો જે શેરમાર્કેટમાં લિસ્ટ થઇ શક્યો નથી. ધર્મજ ક્રૉપ ગાર્ડનો આ IPO 28 થી 30 નવેમ્બરની વચ્ચે ખુલ્યો હતો. ગત નાણાકીય વર્ષે એપ્રિલ- નવેમ્બર વચ્ચે કુલ 36 IPO આવ્યા હતા. તેમાંથી 17એ લિસ્ટિંગ બાદથી નવેમ્બર સુધી 5% થી 251% રિટર્ન આપ્યું છે. જ્યારે, સમાન સમયગાળામાં 19 આઇપીઓમાં રોકાણકારોને 1% થી 70% સુધી નુકસાન સહન કરવું પડ્યું છે.