ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
29 જુલાઈ 2020
માર્ચ 2020ના અંતિમ સપ્તાહથી શરૂ થયેલા લોકડાઉનમાં સમગ્ર વિશ્વની જીવનશૈલી રાતોરાત બદલાઈ ગઈ અને ઓફિસ તથા સ્કૂલો પણ ડિજિટલ થઈ ગઈ. આ લોકડાઉન દરમિયાન હાઈસ્પીડ કનેક્ટિવિટી માટે જાણીતા જિયોની માગ આ સમયગાળા દરમિયાન અભૂતપૂર્વ રીતે વધી ગઈ, તેમાં જિયોફાઇનો પણ સમાવેશ થાય છે.
ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વારા જારી કરાયેલા મોબાઇલ સબસ્ક્રીપ્શન ડેટા મુજબ ગુજરાતમાં એપ્રિલ 2020માં જિયોએ 68,000 યુઝર્સ મેળવ્યા છે. આ સાથે ગુજરાત સર્કલમાં જિયોના યુઝર્સ વધીને 2.38 કરોડ થયો છે.
જ્યારે એપ્રિલ 2020માં ગુજરાતમાં ચાર ઓપરેટરોએ 11 લાખ યુઝર્સ ગુમાવ્યા હોવાનું પણ નોંધાયું છે. સાત કરોડથી વધુની વસ્તી ધરાવતા ગુજરાતમાં માર્ચ 2020માં કુલ 6.79 કરોડ મોબાઇલ ધારકો હતા, જે એપ્રિલ 2020 સુધીમાં 6.68 કરોડ થયાનું પણ નોંધવામાં આવ્યું છે.
જિયોને બાદ કરતાં તમામ ઓપરેટરોએ લોકડાઉન દરમિયાન ગ્રાહકો ગુમાવ્યા છે. સૌથી વધુ 6.81 લાખ યુઝર્સ એપ્રિલ મહિના દરમિયાન એરટેલે ગુમાવ્યા હતા. આ ઘટાડા સાથે ગુજરાતમાં એરટેલના કુલ 1.03 કરોડ યુઝર્સ છે.
વોડાફોન આઇડિયા લિમિટેડ (VIL) છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં માર્કેટ લીડર છે, તેના યુઝર્સમાં પણ એપ્રિલ 2020 દરમિયાન મોટો ઘટાડો નોંધાયો છે. 4.96 લાખ યુઝર્સના ઘટાડા સાથે હવે રાજ્યમાં તેના કુલ યુઝર્સ 2.65 કરોડ યુઝર્સ છે. છેલ્લા બે વર્ષથી મોબાઇલ ધારકોની સંખ્યામાં વધારો નોંધાવનાર સરકારી ટેલિકોમ કંપની BSNLના યુઝર્સમાં પણ એપ્રિલ 2020 દરમિયાન ઘટાડો નોંધાયો છે. BSNLના ગુજરાતના યુઝર્સમાં 7000નો નજીવો ઘટાડો થતાં તેના કુલ યુઝર્સ હવે 61 લાખ હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે.
સમગ્ર દેશની વાત કરીએ તો એરટેલ અને વોડાફોનના ગ્રાહકોમાં અનુક્રમે 52.69 લાખ અને 45.16 લાખ યુઝર્સનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન એટલે કે એપ્રિલ 2020 મહિનામાં જિયોના 15.75 લાખ યુઝર્સ વધ્યા હોવાનું ટ્રાઇના સબસ્ક્રિપ્શન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
એપ્રિલ 2020માં જિયોના કુલ યુઝર્સ 38.90 કરોડ થયા છે. કોરોના વાઇરસની મહામારી ફેલાવાના પગલે થયેલા રાષ્ટ્રવ્યાપી લોડકાઉનના કારણે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા લિમિટેડ (VIL)ના યુઝર્સમાં મોટો ઘટાડો નોધાવા પામ્યો છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com