News Continuous Bureau | Mumbai
Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ સામાન્ય બજેટનું હાલ દરેક પાસાઓથી વિશ્લેષણ ચાલી રહ્યું છે. ત્યારે સરકાર હાલ બજેટની ખૂબિઓ ગણાવવામાં વ્યસ્ત છે અને વિપક્ષ તેમાં ખામીઓ શોધવામાં હાલ વ્યસ્ત છે. સરકાર હવે અર્થતંત્રથી લઈને કૃષિ, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ સુધીના દરેક ક્ષેત્ર માટે બજેટમાં કરાયેલી જોગવાઈઓ પર ચર્ચા થઈ રહી છે. પરંતુ એક વિસ્તાર એવો છે જેનો ઉલ્લેખ ભાગ્યે જ થાય છે પરંતુ આ વિસ્તાર વિશ્વમાં દેશની પ્રતિષ્ઠા બનાવવા અને આગળ વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિદેશ સેવાનું ક્ષેત્ર છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman Union Budget ) વિદેશ મંત્રાલયની બજેટ જોગવાઈમાં લગભગ 22 ટકાનો વધારો કર્યો છે.
બજેટમાં વિદેશ મંત્રાલયે ( Ministry of External Affairs ) વર્ષ 2024-25 માટે 22,155 કરોડ રૂપિયા રાખ્યા છે. જે 2023-24ના 18,050 કરોડ રૂપિયાના બજેટ કરતાં 4105 કરોડ રૂપિયા વધુ છે. વિદેશ મંત્રાલયના બજેટને જોતા સ્પષ્ટ લાગે છે કે ભારતનો સૌથી વધુ ભાર તેના પડોશી પર રહેશે. બજેટ મુજબ ભારતના પડોશી દેશોને ( neighboring countries ) મદદ કરવા માટે 4,883 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ત્રણ પડોશી દેશો માટે રકમ વધારવામાં આવી છે, જેમાં નેપાળ માટે 700 કરોડ રૂપિયા, શ્રીલંકા માટે 245 કરોડ રૂપિયા અને સેશેલ્સ માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ છે.
Budget 2024: સૌથી વધુ જોગવાઈ પાડોશી દેશ ભૂતાન માટે છે..
સૌથી વધુ જોગવાઈ પાડોશી દેશ ભૂતાન ( Bhutan ) માટે છે, જે લગભગ રૂ. 2,068 કરોડ છે. જો કે ગયા વર્ષની જેમ આ રકમમાં થોડો ઘટાડો થયો છે. ભૂતાન અને ભારત નજીકના આર્થિક ભાગીદારો છે અને વિક્રમ મિસરીએ ગયા અઠવાડિયે ભુતાનની રાજધાની થિમ્પુની મુલાકાત લીધી હતી, જ્યાં બંને દેશોએ રૂ. 4,958 કરોડના 61 પ્રોજેક્ટને ફ્લેગ ઓફ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : US National Debt: એક બાજુ ચૂંટણી, બીજી બાજુ દેવાની જાળ, દેવામાં ડૂબતા અમેરિકાની હાલત થઈ ખરાબ… જાણો વિગતે
આ સિવાય મ્યાનમાર ( Myanmar ) માટે 250 કરોડ રૂપિયા, બાંગ્લાદેશ માટે 120 કરોડ રૂપિયા, મંગોલિયા માટે 5 કરોડ રૂપિયા અને મોરેશિયસ માટે 370 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. માલદીવ અને અફઘાનિસ્તાન માટે સહાયની રકમ યથાવત્ છે. અફઘાનિસ્તાન માટે 200 કરોડ રૂપિયા અને માલદીવની મદદ માટે 400 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. ભારતનો વિરોધ અને ચીન સાથેની નિકટતાના નામે સરકાર સત્તામાં આવી હોવા છતાં ભારતે માલદીવના વિકાસમાં મદદ કરવા માટે રકમમાં ઘટાડો કર્યો નથી.