News Continuous Bureau | Mumbai
Income Tax Department: જો તમે પણ કામ કરો છો અને દર વર્ષે ટેક્સ બચાવવા માટે અલગ-અલગ યુક્તિઓ લગાવવામાં વ્યસ્ત રહો છો. તો તમારે હવે સાવધાન રહેવાની જરૂર છે. આવકવેરા વિભાગ દ્વારા આવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને નોટિસ મોકલવામાં આવી રહી છે. સૌથી વધુ ધ્યાન એવા લોકો પર રાખવામાં આવી રહ્યું છે. જેઓ તેમના હાઉસ રેન્ટ એલાઉન્સ ( House Rent Allowance ) એટલે કે HRA નકલી દસ્તાવેજો દ્વારા ક્લેમ કરી રહ્યા છે. હવે આવા લોકોને ટેક્સ વસૂલાતની નોટિસ આપવામાં આવી રહી છે. તેથી જો તમને પણ આવી નોટિસ મળે છે, તો તમારે આ નોટીસના જવાબ માટે કઈ રીતે તૈયાર રહેવું જોઈએ અને તમારે કયા કયા દસ્તાવેજો સુરક્ષિત રાખવા જોઈએ. જાણો તમામ બાબતો વિગતે અહીં..
ઘણા લોકો ભાડા પર રહેતા નથી, પરંતુ ટેક્સ બચાવવા માટે, તેઓ તેમની ઓફિસમાં અથવા ITR ફાઇલ ( ITR file ) કરતી વખતે HRAનો દાવો કરે છે. ઘણા લોકો નકલી પાન કાર્ડનો ઉપયોગ કરીને પણ HRA નો ફાયદો લે છે. તે જ સમયે, કેટલાક લોકો એવા પણ છે જે બતાવી રહ્યા છે કે તેઓ તેમના માતાપિતાના જીવનનિર્વાહ માટે પૈસા આપે છે. એટલે કે ઘર પિતાના નામે છે અને તે દર મહિને કોઈને કોઈ સ્વરૂપે માતા પિતાને પૈસા આપે છે. જ્યારે વાસ્તવમાં આવું કંઈ થતું નથી. આ જ કારણ છે કે હવે આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Income Tax Department: કેટલાક દસ્તાવેજો હંમેશા તમારી સાથે રાખો અને કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખો…
તેથી જો તમે પણ ટેક્સ ( Tax ) બચાવવા માટે આવું કંઈક કરશો તો તમને પણ મોટું નુકસાન થઈ શકે છે. જો તમે પણ નકલી HRA દાવો કરતા પકડાઈ જાઓ છો, તો તે HRAની રકમ તમારી પાસેથી વસૂલવામાં આવશે એટલું જ નહીં, પરંતુ તમારે સંપૂર્ણ વ્યાજ અને 300 ટકા સુધીનો દંડ પણ ચૂકવવો પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Navy Chief: વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીને નેવલ સ્ટાફના આગામી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
જો તમે આ નુકસાનથી બચવા માંગતા હોવ, તો કેટલાક દસ્તાવેજો ( documents ) હંમેશા તમારી સાથે રાખો અને કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખો. જેમકે તમારા ભાડા કરાર અને તમને દર મહિને મળતી ભાડાની રસીદ સુરક્ષિત રીતે તમારી પાસે રાખો. આ સિવાય જો તમે તમારા માતા-પિતાને ભાડું અથવા પૈસા આપી રહ્યા છો, તો તેની સાબિતી તરીકે એકાઉન્ટ ડીટેલ અથવા પૈસાની સ્લીપ પાસે રાખો. આમ કરવાથી કોઈ તમને પરેશાન નહીં કરી શકે અને તમે પુરાવા સાથે નોટિસનો જવાબ આપી શકો છો.