News Continuous Bureau | Mumbai
બેંકો અથવા પોસ્ટ ઓફિસથી(Banks or Post Offices) સંબંધિત મોટા ટ્રાન્ઝેક્શન(transaction) કરનારા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ઈનકમ ટેક્સ વિભાગે(Income Tax Department) મોટો નિયમ બદલ્યો છે. ઈનકમ ટેક્સ (15th Amendment) રૂલ્સ, 2022 હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નવા નિયમો જારી કર્યા છે, જે અમલમાં પણ આવી ગયા છે. આ નિયમને નોટિફાય કરી દેવામાં આવ્યા છે.
હવે જરૂરી થશે PAN – Aadhaar
ટેક્સ વિભાગ(Tax Department) દ્વારા જારી કરાયેલા નવા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં એક અથવા વધુ એકાઉન્ટમાં 20 લાખ રૂપિયા રોકડમાં જમા કરાવે છે, તો તેણે પાન-આધાર સબમિટ(Submit pan-adhaar) કરવું પડશે.
જો તમે એક નાણાકીય વર્ષમાં બેન્કિંગ કંપની(Banking Company) અથવા સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક અથવા એક કરતા વધુ એકાઉન્ટમાંથી 20 લાખ રૂપિયા ઉપાડો તો પણ પેન-આધારને લિંક કરવું જરૂરી રહેશે.
આ સમાચાર પણ વાંચો : જાણવા જેવું – Amazon-Flipkart પર કેવી રીતે સસ્તામાં મળે છે પ્રોડક્ટ- આ છે અસલી કારણ- જેના કારણે થાય છે નફો
જો તમે બેન્કિંગ કંપની, કો-ઓપરેટિવ બેંક(Co-operative Bank) અથવા પોસ્ટ ઓફિસમાં કરન્ટ એકાઉન્ટ અથવા કેશ ક્રેડિટ એકાઉન્ટ (Current Account or Cash Credit Account) ખોલો છો તો પણ પેન-આધાર આપવો પડશે.
જો કોઈ વ્યક્તિ કરન્ટ એકાઉન્ટ ખોલે છે, તો તેના માટે પણ પેન કાર્ડ ફરજિયાત રહેશે.
જો કોઈ વ્યક્તિનું બેંક એકાઉન્ટ પહેલાથી જ PAN સાથે લિંક છે, તો પણ તેણે લેવડ – દેવડ માટે પેન – આધાર લિંક કરવું પડશે.
ટેક્સ વિભાગે અપનાવ્યું કડક વલણ
હકીકતમાં ઈનકમ ટેક્સ વિભાગે આ નિર્ણય રોકડની નકલ ઘટાડવા અને દેખરેખના હેતુ માટે લીધો છે. ઈનકમ ટેક્સ વિભાગ લોકોના નાણાકીય વ્યવહારોથી અપડેટ રહે તે માટે સરકારે આ પગલું ભર્યું છે. હવે આધાર અને પેન લિંક કરવાથી વધુને વધુ લોકો ઈનકમ ટેક્સના દાયરામાં આવશે. હકીકતમાં જ્યારે તમારી પાસે ટ્રાન્ઝેક્શન દરમિયાન પેન નંબર (PAN Number) હશે, ત્યારે આવકવેરા વિભાગ (Income tax department) તમારા પર કડક નજર રાખશે.
