Site icon

Income Tax Raid : આવકવેરા વિભાગ ફરી એકશનમાં… નવા વર્ષની ઉજવણી બાદ ગોવાની લગભગ આટલી નાઇટકલબ અને બાર પર દરોડા..

Income Tax Raid : ગોવામાં નવા વર્ષ દરમિયાન ઈન્કમ ટેક્સમાં ગડબડ મામલે આવકવેરા વિભાગે 40 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.

Mumbai Income tax department in action again... Raids on almost so many nightclubs and bars in Goa after New Year celebrations

Mumbai Income tax department in action again... Raids on almost so many nightclubs and bars in Goa after New Year celebrations

News Continuous Bureau | Mumbai

Income Tax Raid :  નવા વર્ષની શરૂઆતમાં ગોવામાં ( Goa ) જાણીતા નાઇટક્લબો ( nightclubs ) , બાર ( Bar ) અને ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ ( Dining restaurants ) પર કથિત કરચોરી ( tax evasion ) અને બિઝનેસ એસોસિએટ્સને ટ્રાન્સફર કરાયેલ બિનહિસાબી રોકડ આવક ( Unaccounted cash ) માટે આવકવેર વિભાગ ( Income Tax Department ) દ્વારા દરોડા ( Raid ) પાડવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે આવકવેરા વિભાગ દ્વારા 40 જગ્યાઓમાં પાડવામાં આવેલા દરોડામાં હાઇ એન્ડ નાઇટ ક્લબ હેમર્ઝ, ઓરઝાન બીચ, વાગેટરમાં ઓપન એર બટરફ્લાય કુલિનરી બાર, સિઓલીમ અને મોર્જિમમાં અપસ્કેલ ગ્રીક ટેવર્ન થાલાસા, વેગેટર બીચ પર સનડાઉનર બાર રોમિયો લેનનો વગેરેનો સમાવેશ થાય છે..

પ્રાપ્ત માહિતી મુજબ આવકવેરા અધિકારીઓએ હેમર્ઝ નાઈટક્લબના ભાગીદારો સહિત લગભગ 60 વ્યક્તિઓના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આવકવેરા અધિકારીઓના જણાવ્યા અનુસાર, હેમર્ઝ નાઇટ ક્લબના પ્રમોટર્સ અને મેનેજમેન્ટ, ગોવાના તમામ મોટા નાઇટ ક્લબ અને બારના રોકડ સંગ્રહો હવાલા ચેનલો દ્વારા વિદેશમાં ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવામાં સામેલ હતા.

મોટાભાગની નાઇટ ક્લબ અને બારની આવક ઓછી બતાડવામાં આવી હતી…
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ટીમ ઇનોવેશનના સ્થાપકનું નામ પણ ગયા નવેમ્બરમાં ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચની ટિકિટના ગેરકાયદેસર વેચાણ માટે મુંબઈ પોલીસની FIRમાં સામેલ હતું.

આ સમાચાર પણ વાંચો : Citizenship Amendment Act: લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય… 4 વર્ષ બાદ હવે CAA લાગુ કરવાની તૈયારીમાં: અહેવાલ  

એક અહેવાલ મુજબ મોટાભાગની આ નાઇટ ક્લબ અને બારની આવક ઓછી બતાડવામાં આવી હતી અને એકાઉન્ટની ચોપડીઓ પણ યોગ્ય રીતે જાળવતા ન આવતી હતી. તેથી શંકાના આધાર પર આ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષ માટે ગોવાની મુલાકાત લેતા વધતી પ્રવાસીઓની સંખ્યા સાથે હાલ હોસ્પિટાલિટી બિઝનેસ તેજીમાં છે, પરંતુ આ વ્યવસાયોએ જનરેટ કરેલ ટેક્સ રિટર્ન, તેમના એકાઉન્ટ હિસાબની માહિતી સાથે મેળ ખાતું ન હતું,” એમ આવકવેરા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો
Weather Update: હવામાન અપડેટ: અરબી સમુદ્રમાં ઓછું દબાણનું ક્ષેત્ર વિખરાયું, હવે ઠંડીનું આગમન ક્યારે?
Exit mobile version