Site icon

સારા સમાચાર! ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓ માટે રાહત, બે વર્ષ પહેલા થયેલી ભૂલો સુધારવાની મળશે તક. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

 દેશના લાખો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ માટે બજેટમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય નિર્મલા સીતારમણે આવકવેરા રિટર્નને લઈને મહત્વની જાહેરાત કરી છે, તે મુજબ કરદાતાઓ દ્વારા ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો તેની તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ હવેથી તે બંધ કરવામાં આવશે અને છેલ્લા બે વર્ષની ભૂલો સુધારવાની તક આપવામાં આવશે.

આ અંગેની જાહેરાત કરતા નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, "પહેલાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં કોઈ ભૂલ થતી  તો કરદાતાની તપાસ કરવામાં આવતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે આ કરદાતાઓ પર પૂર્ણ વિશ્વાસ રાખવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમની પૂછપરછ કરવામાં આવશે નહીં. તેને ભૂલ સુધારવાની છૂટ આપવામાં આવશે.

મહિનાના પહેલા દિવસે  આમ આદમીને મોટી રાહત, 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો; જાણો લેટેસ્ટ રેટ

કેન્દ્ર સરકારનો આ નિર્ણય લાખો કરદાતાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે જ સમયે, કેન્દ્ર સરકારે સહકારી સોસાયટીઓ માટે ઓલ્ટરનેટ મિનિમમ ટેક્સ 18.5 ટકાથી હવે 15 ટકા કર્યો છે.

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version