News Continuous Bureau | Mumbai
Income Tax Return : દેશમાં ITR એટલે કે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ( Income tax return file ) કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવકવેરા વિભાગ ( Income Tax Department ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 2023-24ના મૂલ્યાંકન વર્ષમાં 31 ઓક્ટોબર સુધીમાં 7.85 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ફોર્મ 10B, 10BB અને ફોર્મ 3CEB જેવા મહત્વપૂર્ણ ITR ફોર્મ સબમિટ કરવાની 31 ઓક્ટોબર, 2023 છેલ્લી તારીખ હતી.
Record number of Income Tax Returns (ITRs) filed till 31st October, 2023.
Few highlights:
👉Total ITRs filed in FY 23-24 for all AYs upto 31st October, 2023 stands at 7.85 crore. An all-time high!
👉More than 7.65 crore ITRs filed for AY 2023-24 upto 31st October, 2023 which is… pic.twitter.com/DKOuZSeGBt— Income Tax India (@IncomeTaxIndia) November 1, 2023
7.65 કરોડ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે આકારણી વર્ષ 2023-24 માટે 31 ઓક્ટોબર સુધીમાં કુલ 7.65 કરોડ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. જ્યારે ગયા વર્ષે એટલે કે મૂલ્યાંકન વર્ષ 2022-23 માટે 7 નવેમ્બર 2022 સુધી 6.85 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા.
7.51 કરોડ રિટર્નની ચકાસણી થઈ
આવકવેરા વિભાગે પણ ITR વેરિફિકેશન ( ITR Verification ) અને પ્રોસેસિંગના ( Processing ) સંદર્ભમાં ઘણી પ્રગતિ કરી છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ફાઈલ કરાયેલા કુલ રિટર્નમાંથી 7.51 કરોડ રિટર્નની ચકાસણી થઈ ચૂકી છે. ઉપરાંત, 7.51 કરોડ વેરિફાઇડ રિટર્નમાંથી, 7.19 કરોડ રિટર્નની પ્રક્રિયા 31 ઓક્ટોબર, 2023 સુધી કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Rajasthan ACB: રાજસ્થાનમાં ACBની મોટી કાર્યવાહી, EDના બે અધિકારીઓની કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ..
ફોર્મ 10B, 10BB અને ફોર્મ 3CEB જેવા વૈધાનિક ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી. આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં આવા 1.44 કરોડથી વધુ ફોર્મ ભરાયા હતા. આવકવેરા વિભાગ એવો પણ દાવો કરે છે કે રિટર્ન અને અન્ય ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દરમિયાન પણ તેના ઈ-પોર્ટલ પર કોઈ ટેકનિકલ સમસ્યા આવી નથી.
ઈ-ફાઈલિંગ પોર્ટલ ( e-filing portal ) પર ટેક્સ ( Tax ) સંબંધિત માહિતીપ્રદ વીડિયો
કરદાતાઓને ઇનબાઉન્ડ કોલ્સ, આઉટબાઉન્ડ કોલ્સ, લાઇવ ચેટ, વેબેક્સ અને કો-બ્રાઉઝિંગ સત્રો દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી, એમ આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. હેલ્પડેસ્ક ટીમે ટેક્સ વિભાગના ટ્વિટર હેન્ડલ પર ઉઠાવેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ટેક્સ સંબંધિત માહિતીપ્રદ વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા છે.