News Continuous Bureau | Mumbai
Income Tax : જો તમે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે . જે કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે અને જેમની માહિતી આવકવેરા વિભાગને ( Income Tax Department ) તૃતીય પક્ષો પાસેથી મળેલી માહિતી સાથે અસંગત છે. હાલ તેઓ આવકવેરા વિભાગના રડારમાં આવી ગયા છે. આવા કરદાતાઓને ( taxpayers ) તેમની માહિતી સુધારવાની તક આપવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગને એવા ઘણા કરદાતાઓ વિશે જાણવા મળ્યું છે. જેમણે તેમના આવકવેરા રિટર્નમાં ( Income tax return file ) આપવામાં આવેલી માહિતી અને તૃતીય પક્ષો પાસેથી મળેલી વ્યાજ ( interest ) અને ડિવિડન્ડની ( dividend ) આવક વચ્ચે મોટી વિસંગતતાઓ શોધી કાઢી છે. આવા કિસ્સાઓમાં ઘણા કરદાતાઓ છે જેમણે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું નથી. આવકવેરા વિભાગે આવા કરદાતાઓની હવે ઓળખ કરી છે. આ વિસંગતતાને દૂર કરવા માટે, આવકવેરા વિભાગ કરદાતાઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને ભૂલ સુધારવાની તક આપી રહ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને એસએમએસ અને ઈમેલ મોકલીને આ માહિતી આપવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેને નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 માટે ફાઈલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નમાં વ્યાજ અને ડિવિડન્ડની આવક અંગે કરદાતાઓ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં ખામીઓ જોવા મળી છે. તૃતીય પક્ષો એટલે કે બેંકો અને બ્રોકરેજ હાઉસ પાસેથી વ્યાજ અને ડિવિડન્ડની આવક વિશે મળેલી માહિતી કરદાતાઓના ITR સાથે મેળ ખાતી નથી. આવકવેરા વિભાગે કહ્યું કે ઘણા કરદાતાઓ છે જેમણે આવકવેરા રિટર્ન પણ ભર્યું નથી.
આ સમાચાર પણ વાંચો : RBI Action: RBI ફરી આવી એકશન મોડમાં, SBI સહિત 3 મોટી બેંકો પર મોટી કાર્યવાહી, લગાવ્યો કરોડોનો દંડ.. જાણો શું છે કારણ.
જે કરદાતાઓએ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર નોંધણી કરાવી નથી. તેઓએ હવે રજીસ્ટ્રેશન કરાવવું પડશે..
આવકવેરા વિભાગે નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, આ ગેરસમજને સુધારવા માટે ઈ-વેરિફિકેશન 2021 સ્કીમ શરૂ કરી છે. ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટમાં કમ્પ્લાયન્સ પોર્ટલમાં ઓનસ્ક્રીન સુવિધા આપવામાં આવી છે , જેથી આ વિસંગતતાને સુધારી શકાય. આવકવેરા વિભાગે કહ્યું કે હાલમાં નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 માટે સુધારણા સંબંધિત માહિતી અનુપાલન પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. તો આવા કરદાતાઓને આ વિસંગતતા વિશે એસએમએસ અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી રહી છે.
જે કરદાતાઓએ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર નોંધણી કરાવી નથી. તેઓએ હવે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, એમ આવકવેરા વિભાગે જણાવ્યું હતું. આવકવેરા વિભાગે એ પણ સ્પષ્ટતા કરી છે કે જે કરદાતાઓ વિસંગતતાને સુધારવામાં અસમર્થ છે. તેઓ અપડેટ કરેલ આવકવેરા રિટર્ન દ્વારા તેમની આવકની સાચી જાણ કરી શકે છે.