ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
મહારાષ્ટ્ર સહિત મુંબઈ વાશી ની એપીએમસી માર્કેટના વેપારીઓએ પહેલી ઓક્ટોબરથી બે મુદત હડતાળ પર જવાની જાહેરાત કરી હતી. જે હાલ મોકૂફ રાખી છે. વેપારીઓ માર્કેટ ફી ની નાબૂદી અને અન્ય ખર્ચ ઘટાડવાની માગણી સંદર્ભે આ હડતાળ કરવાના હતા. જે મુદ્દે આખા રાજ્યની એપીએમસી કમિટીઓના પ્રતિનિધિઓની એક વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટીંગ યોજાઇ હતી.
કેન્દ્ર સરકારે, કૃષિ પેદાશો અને ખેડૂતો દ્વારા થતાં કૃષિ પેદાશોના વેચાણને લગતા જે કાયદા પસાર કર્યા હતા તેનો અમલ રાજ્યમાં કરવામાં નહીં આવે. એવી જાહેરાત મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કરી હતી. આથી એપીએમસીના સભ્યોના મનમાં ગૂંચવાડો પેદા થયો હતો. જેને કારણે હાલ હડતાળ મુલતવી રાખી છે..
રાજ્ય સરકાર સાથે વધુ ઘટાડો ચાલુ રહેશે સાથે જ વેપારી સમાજની સમસ્યાઓનો યોગ્ય નિકાલ આવે તે માટે પણ મહારાષ્ટ્રના બધા વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ જાગૃત છે, એમ ચેમ્બરના મેમ્બરોએ જણાવ્યું હતું. સાથે વાશી એપીએમસીના ડીલર એસોસીએશન ની માંગ છે કે સરકાર જલ્દીથી જ સામાન્ય માણસો માટે પણ લોકલ ટ્રેન શરૂ કરે જેથી તેઓને આવવા જવાની તકલીફ ન પડે.