ચાલુ વર્ષે કાંદા કેટલા પાક્યા છે કે ભાવ વધવાના કોઈ ચાન્સ નથી. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

09 માર્ચ 2021 

ચાલુ વર્ષે કાંદા એ ઊંચો ભાવ પકડ્યો હતો. જેની પાછળ લોભી અને લાલચુ વેપારીઓનો હાથ હતો. હવે આ વેપારીઓના કાંડા તૂટી ગયા છે. ચાલુ વર્ષે એટલા મોટા પ્રમાણમાં કાંદાનો પાક થયો છે કે સરકારે ખેડૂતોને બચાવવા માટે ઘણા કાંદા ખરીદવા પડશે તેમ જ એક્સપોર્ટ પણ કરવા પડશે.

એક આખા વર્ષ દરમિયાન ભારતની જરૂરિયાત થી પણ વધુ કાંદા પાક્યા છે. આથી સરકાર કાંદાનો બે લાખ ટન બફર સ્ટોક બનાવવાની છે. જેથી ચાલુ વર્ષ દરમિયાન જો કોઈ વેપારી હાથ ચાલાકી કરી જાય તો સરકાર તેને ઊંધી પાડી શકે.

સામાન્ય રીતે સરકાર માત્ર ત્રણ પ્રદેશોમાંથી કાંદા ખરીદે છે પરંતુ ચાલુ વર્ષે કુલ સાત રાજ્યમાંથી કાંદા ખરીદવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More