ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
ચાલુ વર્ષે કાંદા એ ઊંચો ભાવ પકડ્યો હતો. જેની પાછળ લોભી અને લાલચુ વેપારીઓનો હાથ હતો. હવે આ વેપારીઓના કાંડા તૂટી ગયા છે. ચાલુ વર્ષે એટલા મોટા પ્રમાણમાં કાંદાનો પાક થયો છે કે સરકારે ખેડૂતોને બચાવવા માટે ઘણા કાંદા ખરીદવા પડશે તેમ જ એક્સપોર્ટ પણ કરવા પડશે.
સામાન્ય રીતે સરકાર માત્ર ત્રણ પ્રદેશોમાંથી કાંદા ખરીદે છે પરંતુ ચાલુ વર્ષે કુલ સાત રાજ્યમાંથી કાંદા ખરીદવામાં આવશે.
