ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020
ભારતીય રિઝર્વ બેન્કના એક અધિકારીએ નિવેદન મા જણાવ્યું કે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી ગયા વર્ષની સરખામણીએ 8.6 ટકા ઘટવાનું અનુમાન છે. આ રીતે સતત બે ક્વાર્ટરમાં જીડીપી ઘટવાની સાથે દેશ પ્રથમ વખત મંદીમાં સપડાયો છે. આ વાત આરબીઆઇના માસિક બુલેટિનમાં પણ પ્રકાશિત થઇ છે.
કોરોના રોગચાળા અને લોકડાઉનની અસરને કારણે પ્રથમ ક્વાર્ટરમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજા ક્વાર્ટરમાં જીડીપીના સત્તાવાર આંકડા હજુ જાહેર થયા નથી. પરંતુ, આરબીઆઈના રિસર્ચરોએ ટેકનિકલી પૂર્વાનુમાન થકી આ અનુમાન લગાવ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.6 ટકા સુધીનો ઘટાડો રહી શકે છે.
ભારત ટેક્નિકલ રૂપથી 2020-21ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત આર્થિક મંદીમાં સપડાઈ ગયું છે. ઇકોનોમિક એક્ટિવિટી ઇન્ડેક્સ એટલે કે આર્થિક કામકાજનો સૂચકાંક શીર્ષક હેઠળ લખવામાં આવેલ લેખમાં કહેવામાં આવ્યું છે.જોકે તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં આર્થિક પ્રવૃત્તિ ઓ ધીમેધીમે સામાન્ય થવાની સાથે સાથે ઘટાડાનો દર પણ ઓછો થઇ રહ્યો છે અને સ્થિતિ સારી થવાની આશા છે..
આ સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર અર્થતંત્રને મંદીમાં ધકેલવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને પગલે દેશ ઈતિહાસમાં સૌપ્રથમ વખત આર્થિક મંદીમાં ધકેલાયો છે.
