News Continuous Bureau | Mumbai
ભારતે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં(India in Digital Transaction) વિશ્વની મહાશક્તિશાળી દેશો ગણાતા અમેરિકા અને ચીનને(America and China) પણ પાછળ મૂકી દીધા છે. ભારતમાં દરરોજ 28.4 કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે.
ઇલેક્ટ્રોનિકને આઇ ટી રાજ્યમંત્રી(Minister of State for IT, Electronics) રાજીવ ચંદ્શેખરે (Rajeev Chandshekhar) તાજેતરમાં માહિતી આપતા કહ્યું હતું કે ડિજિટલ ચુકવણી(Digital payment) માં બાબતે ભારતે હરણફાળ પ્રગતિ ભરી છે. ભારત આ બાબતે વિકસિત દેશોને પણ દિશા આપી શકે છે. ત્યાં સુધી કે જર્મની જેવો વિકસિત દેશ પણ ડિજિટલ પદ્ધતિ ડીબીટી ચુકવણીમાં ભારત કરતાં પાછળ છે.
આઇ.ટી.મંત્રાલય(Ministry of IT) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 2021-22માં રોજ 90 લાખથી વધુ ડીબીટી ભુગતાન કરવામાં આવ્યા હતા, જેનાથી 9.5 કરોડ લાભાર્થીઓને ફાયદો મળ્યો હતો.
એટલું જ નહીં રોજ સરેરાશ 28.4 કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે. આ ટ્રાન્ઝેક્શન વિશ્વમાં સૌથી વધારે છે. ડીજીટલ ટ્રાન્જેકશન મામલે ભારત ચીન કરતા પણ આગળ છે. ચીન ભારત પછી બીજા ક્રમે જયારે અમેરિકા ત્રીજા ક્રમે છે. આમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન બાબતે ભારત માત્ર વિકાસશીલ જ નહી વિકસિત દેશો માટે પણ ઉદાહરણ રૂપ બન્યો છે.
આ સમાચાર પણ વાંચો : શું હવાઈ મુસાફરી સસ્તી થશે- મોદી સરકારે કોરોના સમયે લગાવવામાં આવેલ આ નિયમ કર્યો દૂર- જાણો વિગતે
પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત 9.5 કરોડ લાભાર્થીઓના બેંક ખાતામાં એક જ બટન ક્લીકથી એક જ દિવસમાં 1900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 2021-22ના વર્તમાન વર્ષમાં 8800 કરોડ ડિજિટલ ભુગતાન ટ્રાન્ઝેક્શન થયા છે. વર્તમાન વર્ષમાં કુલ 566 લાખ કરોડ રુપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયું છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના(National Payment Corporation of India) જણાવ્યા અનુસાર યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (Unified Payment Interface) (યુપીઆઇ)ના માધ્યમથી આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 10.72 લાખ કરોડ રૂપિયાના 6.57 અબજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા છે. જે ગત જુલાઈ મહિનાની સરખામણીમાં 4.62 ટકા વધારે છે