Wealth Report 2026। ભારતનો આર્થિક દબદબો! અમીરોની યાદીમાં ભારત ૬ઠ્ઠા સ્થાને, મુંબઈબેંગલુરુ ઉપરાંત આ શહેરો બની રહ્યા છે ‘બિલિયોનેર હબ

Wealth Report 2026। નાઈટ ફ્રેન્ક વેલ્થ રિપોર્ટ 2026 ભારતમાં અલ્ટ્રારીચ લોકોની સંખ્યામાં તોતિંગ વધારો; જાણો કયું શહેર કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે.

by samadhan gothal
Wealth Report 2026। ભારતનો આર્થિક દબદબો! અમીરોની યાદીમાં ભારત ૬ઠ્ઠા સ્થાને, મુંબઈબેંગલુરુ ઉપરાંત આ શહેરો બની રહ્યા છે 'બિલિયોનેર હબ

 

News Continuous Bureau | Mumbai

Wealth Report 2026। ભારત હવે વિશ્વમાં અલ્ટ્રા હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (UHNWIs) એટલે કે 30 મિલિયન ડોલર (આશરે 282 કરોડથી વધુ) ની સંપત્તિ ધરાવતા લોકોની દ્રષ્ટિએ છઠ્ઠો સૌથી મોટો દેશ બની ગયો છે. નાઈટ ફ્રેન્ક વેલ્થ રિપોર્ટ 2026 મુજબ, ભારતની અલ્ટ્રારીચ વસ્તી વધીને 19,877 સુધી પહોંચી ગઈ છે. આ વૃદ્ધિ દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા હવે માત્ર વપરાશ આધારિત બજારમાંથી આગળ વધીને આંત્રપ્રિન્યોરશિપ, કેપિટલ માર્કેટ અને ગ્લોબલ ઈન્ટિગ્રેશન તરફ મજબૂતીથી આગળ વધી રહી છે.

સંપત્તિનું વિકેન્દ્રીકરણ: હવે મુંબઈ સિવાય ક્યાં વધે છે અમીરો?

પરંપરાગત રીતે મુંબઈ ભારતની આર્થિક રાજધાની તરીકે અમીરોનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, પરંતુ હવે સંપત્તિ અન્ય શહેરોમાં પણ ફેલાઈ રહી છે. જોકે 2026માં પણ ભારતની કુલ UHNW વસ્તીમાં મુંબઈનો હિસ્સો 35.4% છે, પણ તેમાં પાછલા વર્ષોની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, દિલ્હીનો હિસ્સો 20% થી વધીને 22.8% થયો છે. ખાસ કરીને હૈદરાબાદ અને ચેન્નાઈમાં અબજોપતિઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ થઈ રહ્યું છે.

અબજોપતિઓની સંખ્યામાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં 58% નો વધારો થયો છે અને હવે કુલ અબજોપતિઓની સંખ્યા 207 પર પહોંચી છે. આ સાથે ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વમાં અબજોપતિઓનું ત્રીજું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. વર્ષ 2031 સુધીમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા 313 સુધી પહોંચવાનો અંદાજ છે, જે માત્ર 5 વર્ષમાં 51% નો વધારો સૂચવે છે.

વિકાસના મુખ્ય કારણો

આ આર્થિક ઉછાળા પાછળ ટેકનોલોજી, ફાઈનાન્શિયલ સર્વિસીસ, ઈન્ડસ્ટ્રિયલ અને કેપિટલ માર્કેટ જેવા ક્ષેત્રોનું મોટું યોગદાન છે. આ સેક્ટરોએ ભારતીયો માટે સંપત્તિ બનાવવાની નવી તકો ઊભી કરી છે. 2021 થી 2026 વચ્ચે ભારતની UHNW વસ્તીમાં 63.4% નો વધારો થયો છે, જે વિશ્વના સૌથી ઝડપી દરોમાંનો એક છે. આ ડાયનેમિક વેલ્થ માર્કેટ હવે ભારતને ગ્લોબલ ઈકોનોમીમાં એક મજબૂત સ્થાને સ્થાપિત કરી રહ્યું છે.

👉 આ સમાચાર વાચો:
PM Narendra Modi| અયોધ્યાથી મુંબઈ માટે નવી ટ્રેન, પીએમ મોદી વારાણસીથી કરશે બે નવી ટ્રેનોનું ઉદ્ઘાટન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More