News Continuous Bureau | Mumbai
ભારત સરકારે(Indian Govt) ઘઉંની નિકાસ(Wheat export) પર નિયંત્રણો લાદયા બાદ હવે ઘઉંના લોટ(Wheat flour), મેદો(Flour) અને રવાની નિકાસ(semolina Export) પર પણ અંકુશ લાદવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સરકારે મે મહિનામા ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો. હવે ઘઉંનો લોટ, મેદો, રવાના નિકાસકારોને એક્સપોર્ટ ઈન્સ્પેકશન કાઉન્સિલથી(Export Inspection Council) ક્વોલિટી સર્ટિફિકેટ(Quality Certificate) લેવાની જરૂરત રહેશે. સરકારે તાજેતરમાં આ નોટિફિકેશન બહાર પાડીને તેની જાણકારી આપી છે.
આ અગાઉ પણ સરકારે જુલાઈમાં ઘઉંના લોટ,મેદા અને રવાના નિકાસ માટે વેપારીઓને ઈંટર-મિનિસ્ટ્રિયલ કમિટીથી(Inter-Ministerial Committee) મંજૂરી લેવાનો આદેશ આપ્યો હતો. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે(Director General of Foreign Trade) એક નોટિફિકેશન બહાર પાડીને તેની જાણકારી આપતા કહ્યું છે કે ઘઉંના લોટની નિકાસ માટેની પોલિસી ફ્રી(Policy free) જ રહેશે પરંતુ તેની નિકાસ કરવા માટે ઘઉંના નિકાસને લઈને બનેલી ઈંટર મિનિસ્ટ્રિયલ કમિટીની મંજૂરી લેવાની આવશ્યકતા રહેશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રની ત્રણ બેંકો પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દંડ ઠોક્યો-ક્યાંક તમારું ખાતું તો નથી ને આ બેંકમાં
ઘઉંના લોટ, રવા, મેદાની સાથે જ હોલમીટ લોટ(Wholemeat flour) અને રિજલ્ટેંટ લોટને(resultant Flour) પણ નિકાસ માટે મંજૂરી લેવાની જરૂર રહેશે. કમિટીની મંજૂરી બાદ જ આ ઉત્પાદનોની નિકાસ કરી શકાશે. કમિટીની મંજૂરી બાદ ઘઉંના લોટ સહિતના ઉત્પાદનોની ક્વોલિટી(Quality of products) માટે દિલ્હી(Delhi), મુંબઈ(Mumbai), ચેન્નઈ(Chennai) અને કોલકતા સ્થિત એક્સપોર્ટ ઈન્સ્પેકશન કાઉન્સિલથી(Export Inspection Council) ક્વોલિટી સર્ટિફિકેટ લેવાની પણ જરૂર પડશે.
સરકારના કહેવા મુજબ ભારતીય બજારમાં લોટની કિંમતો નિયંત્રણમાં રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મે મહિનામા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાગ્યા બાદ લોટ અને ઘઉંના અન્ય ઉત્પાદનોના નિકાસમાં તેજી જણાઈ રહી છે. તેથી સ્થાનિક સ્તરે બજારમાં લોટ સહિત ઘઉંની ઉપલબ્ધતા પર અસર પડી રહી હતી અને કિંમતો વધવાની પણ શક્યતા હતી. અમુક કંપનીઓએ લોટના ભાવ પણ વધારી દીધા હતા. તેથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકવાના સરકારના નિર્ણય બાદ પણ તે નિર્ણય સફળ થઈ શક્યો નહોતો. હવે નવા નિયંત્રણોને કારણે બજારમાં ભાવમાં સુધારો આવે એવી શક્યતા છે.