Site icon

આત્મનિર્ભર ભારત ઝુંબેશ સફળ રહી.. ચીનમાં ભારતની નિકાસ વધીને ડબલ થઈ.. જાણો એની પાછળનું કારણ શું છે..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

13 ઓક્ટોબર 2020

ચીનથી ફેલાયેલા કોરોના અને લદાખ સરહદ પરની તંગદિલી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની જાહેરાત કરી હતી. જે યોજના વ્યાપાર ક્ષેત્રે સફળ થઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીન સાથેની વેપારી ખાધ અડધી થઈ છે. વેપારી ખાધ અડધી થવા પાછળ ચીનમાં ભારતની નિકાસ વધી છે, અને ભારતમાં ચીની ચીજવસ્તુઓની આયાત ઘટી છે, તે મહત્વનું કારણ છે. સરકારે ભારતીય બજારમાં ચીની સામાનોનું ડમ્પિંગ રોકવા મોટા પગલા લીધા છે. જેની સીધી અસર નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં દેખાઈ છે. તેમજ સરકારે ચીનની 250 થઈ વધુ એપ પર પણ પ્રતિબંધ લાદ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનની સાથે ભારતની વેપારી ખાધ 12.6 બિલિયન ડૉલર રહી છે, જ્યારે પાછલા વર્ષ એપ્રિલથી ઓગસ્ટ સુધી વેપારી ખાધ 22.6 બિલિયન ડૉલર હતી. 2019માં આ જ સમયગાળામાં ભારતની ચીન સાથે વેપારી ખાધ 23.5 બિલિયન ડૉલર હતી. ચીનની સાથે ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ પછી ભારત સરકારે દેશમાં ચીની સામાનની ડમ્પિંગ રોકવા માટે નિતીઓ પર કામ શરૂ કર્યું હતું. ભારતીય લોકોએ પણ ચીની સામાનનો બહિષ્કાર શરૂ કર્યો હતો. વિતેલા કેટલાક વર્ષોમાં ભારતીય ફોન માર્કેટમાં ચાઈનીઝ સ્માર્ટ ફોનનો દબદબો હતો તે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં  હિસ્સો ઘટીને 72 ટકા જ રહી ગયો છે. જે પાછલા વર્ષે આખરી ત્રિમાસિક ગાળામાં 81 ટકા હિસ્સો હતો.

અત્યાર હાલ તો ચીન સામે ભારતની આત્મનિર્ભર  ચાલ સફળ રહી છે. ચીનમાંથી જે ચીજવસ્તુઓની આયાત કરીએ છીએ તે ચીજવસ્તુઓ ભારતમાં જ બનવી જોઈએ. તો જ આપણી ચીન પરની નિર્ભરતા ઓછી થાય.

Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Donald Trump: ટ્રમ્પના એક એલાનથી… ભારતીય બજારમાં હાહાકાર, આ ફાર્મા કંપનીઓના તીવ્રતાથી ઘટ્યા.
Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
PM Modi: ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં PM મોદીએ મેક ઈન ઇન્ડિયા પર ભાર આપતા કહી આવી વાત .
Exit mobile version