News Continuous Bureau | Mumbai
ભારતીય સરકાર ટૂંક સમયમાં એક નવું પ્લેટફોર્મ, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ઓએનડીસી (ONDC)લોન્ચ કરવા જઇ રહી છે. સરકારનો ઉદેશ્ય છે કે ભારતના વિક્રેતા અમેઝોન(Amazon) અને વોલમાર્ટ(Wallmart) જેવા વિદેશી પ્લેટફોર્મને(Foreign platform) બદલે ભારતીય પ્લેટફોર્મને પ્રાથમિકતા આપી. સરકાર એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવા માંગે છે જેનાથી ઇલેક્ટ્રિક નેટવર્કના(Electric network) માધ્યમથી સામાન અને સેવાઓ નું એક્સચેંજ થઇ શકે. જોકે થોડા સમય પહેલાં અમેઝોન અને વોલમાર્ટ, ફ્લિપકાર્ટના(Flipkart) કેટલાક ભારતીય સેલર્સ વિરુદ્ધ એક 'એન્ટી-ટ્રસ્ટ'(Anti trust) રેડ કરવામાં આવી હતી. તેના લીધે સરકારે ભારતનું પોતાનું પ્લેટફોર્મ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક ભાષાઓને પણ આ પ્લેટફોર્મ નો ભાગ બનાવવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા(SBI), આઇસીઆઇસીઆઇ બેંક(ICICI bank) અને બેંક ઓફ બરોડાએ(BOB) કુલ મળીને ૨.૫૫ બિલિયન રૂપિયાના કુલ રોકાણ માટે પરવાનગી પણ આપી દીધી છે. એક અધિકારીના કહેવા મુજબ હાલ દેશમાં પાંચ શહેરો, દિલ્હી – એનસીઆર, બેંગલુરૂ, ભોપાલ, શિલોન્ગ અને કોયમ્બતૂર માં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં તેને બાકી દેશોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રોયર્ટ્સના રિપોર્ટ અનુસાર આ પ્લેટફોર્મ પર લગભગ ૩૦ મિલિયન સેલર્સ અને ૧૦ મિલિયન મર્ચન્ટ્સ હશે. સરકારનો પ્લાન છે કે ઓગસ્ટ ૨૦૨૨ સુધી તેમનું આ પ્લેટફોર્મ દેશના ઓછામાં ઓછા ૧૦૦ શહેરોને પોતાની સાથે જોડી શકે. આજના જમાનામાં મોટાભાગનું કામ ઓનલાઇન થાય છે, જેમાં શોપિંગ પણ સામેલ છે. ઓનલાઇન શોપિંગ(Online shopping) માટે ભારતમાં ઘણા બધા પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. જેનો લોકો ઉપયોગ કરે છે. લોકપ્રિય પ્લેટફોર્મ્સનું નામ લઈએ તો અમેઝોન જેવા નામ મનમાં આવે છે. પરંતુ એક ભારતીય સરકારે નિર્ણય કર્યો છે કે તે જલદી એક ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરવા જઇ રહી છે જે દેશમાં અમેઝોન-વોલમાર્ટના દબદબાને ઓછો કરી દેશે.