Site icon

India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર ક્યારે થશે? ચર્ચા કરવા માટે ભારતીય ટીમ અમેરિકા રવાના, શું આ વખતે સારા સમાચાર મળશે?

India-US Trade Deal :ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત વેપાર કરાર અંગેની વાટાઘાટો તેમના નિર્ણાયક તબક્કામાં પહોંચી રહી છે. હવે બંને દેશો ઓગસ્ટની સમયમર્યાદા પર નજર રાખી રહ્યા છે, જે પહેલાં એક વચગાળાનો કરાર થવાની અપેક્ષા છે. દરમિયાન, ભારતના વાટાઘાટકારોની એક ઉચ્ચ સ્તરીય ટીમ ટૂંક સમયમાં અમેરિકાની મુલાકાત લેશે, જ્યાં વચગાળાના સોદા અને બ્રોડ ટ્રેડ એગ્રીમેન્ટ (BTA) ના પ્રથમ તબક્કાની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

India-America Trade Deal President Trump-PM Modi ties strong, US-India trade deal announcement soon White House

India-America Trade Deal President Trump-PM Modi ties strong, US-India trade deal announcement soon White House

 News Continuous Bureau | Mumbai

India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ સમયમર્યાદાના દબાણ હેઠળ નથી અને સંપૂર્ણ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યું છે. ભારતની વાટાઘાટ ટીમ ફરી એકવાર વેપાર સોદા પર ચર્ચા કરવા માટે અમેરિકા રવાના થઈ ગઈ છે. ટીમ આગામી થોડા દિવસોમાં વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરશે. 

Join Our WhatsApp Community

નોંધનીય છે કે તાજેતરમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ભારત સાથે વેપાર કરારની “ખૂબ નજીક” છે. અમેરિકા આ ​​સોદા અંગે ઉતાવળમાં હોઈ શકે છે, પરંતુ ભારતે હજુ સુધી તેના વિશે કોઈ ઉતાવળ બતાવી નથી.

India-US Trade Deal : ભારત તેને તબક્કાવાર કરાર તરીકે નથી જોઈ રહ્યું.

મીડિયા રિપોર્ટ મુજબ આ વાટાઘાટો કોઈપણ વચગાળાના કે પ્રથમ તબક્કાના કરાર સુધી મર્યાદિત નથી પરંતુ તેનો ઉદ્દેશ્ય એક વ્યાપક અને લાંબા ગાળાના કરાર સુધી પહોંચવાનો છે. ભારત તેને તબક્કાવાર કરાર તરીકે નથી જોઈ રહ્યું. જે પણ મુદ્દાઓ પહેલા નક્કી થાય છે, તેને વચગાળાના કરાર તરીકે પેકેજ કરી શકીએ છીએ, બાકીના મુદ્દાઓ પર વાતચીત ચાલુ રહેશે.

આ વર્ષની શરૂઆતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પે કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે સપ્ટેમ્બર-ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરી હતી, પરંતુ પારસ્પરિક ટેરિફને કારણે ‘મીની ડીલ’નો વિચાર આવ્યો. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ઘણા દેશોને 1 ઓગસ્ટથી લાગુ થનારા સુધારેલા ટેરિફ લાગુ કરવા માટે પત્રો મોકલ્યા છે, પરંતુ ભારત હજુ સુધી તે યાદીમાં સામેલ નથી. તેમ છતાં, મહિનાના અંત સુધીમાં, ભારત પર કેટલાક ક્ષેત્રોમાં અમેરિકાને છૂટછાટો આપવાનું દબાણ હોઈ શકે છે.

India-US Trade Deal :અમેરિકા કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ ઇચ્છે છે

અમેરિકાના પ્રાથમિકતા ક્ષેત્રોમાં કૃષિ, વ્હિસ્કી અને ઓટોમોબાઇલ્સનો સમાવેશ થાય છે. જોકે, ભારત સરકાર હજુ પણ કૃષિ ઉત્પાદનો પરના ટેરિફ ઘટાડવામાં ખચકાટ અનુભવી રહી છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું છે કે ભારત કોઈપણ સમય મર્યાદાથી બંધાયેલું રહેશે નહીં અને રાષ્ટ્રીય હિત સર્વોપરી રહેશે.

આ સમાચાર પણ વાંચો : Pakistan bus attack : હાથના કર્યા હૈયે વાગ્યા; પહલગામની જેમ પાકિસ્તાનમાં લોકોની ઓળખ પૂછી અને પછી… આટલાને મારી દીધી ગોળી

દરમિયાન, ભારતના મુખ્ય વેપાર વાટાઘાટકાર રાજેશ અગ્રવાલે જણાવ્યું કે સરકાર અમેરિકા સાથે વેપાર કરાર પર ગંભીરતાથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતે અત્યાર સુધીમાં 26 દેશો સાથે 14 મુક્ત વેપાર કરાર (FTA) લાગુ કર્યા છે અને હવે તે મુખ્ય વૈશ્વિક બજારો સાથે પણ કરારો તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતે તાજેતરમાં યુકે સાથે કરાર કર્યો છે, યુરોપિયન યુનિયન સાથે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને અમેરિકા સાથે પણ ચર્ચાઓ ઝડપથી આગળ વધી રહી છે. અગ્રવાલે કહ્યું કે આવા કરારો ભારતને વૈશ્વિક મૂલ્ય શૃંખલાનો ભાગ બનવામાં મદદ કરશે.

India-US Trade Deal :આ   દેશો સાથે વાતચીત ચાલુ 

આ ઉપરાંત, તેમણે ન્યુઝીલેન્ડ, ચિલી અને પેરુ જેવા દેશો સાથે વાતચીતની પણ પુષ્ટિ કરી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે દ્વિપક્ષીય ટેરિફ ઘટાડાથી રોકાણકારોને નીતિગત સ્થિરતા મળશે અને તેઓ લાંબા ગાળાના રોકાણના નિર્ણયો લઈ શકશે. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રક્રિયામાં લોજિસ્ટિક્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને સરકાર તેના ખર્ચ ઘટાડવાના પ્રયાસો કરી રહી છે.

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version