Site icon

ભારતીય બેંકોમાં નધણીયાતા 35000 કરોડથી વધુ રૂપિયા પડ્યા છે, કોણ માલીક કોને ખબર?

જો ભારતીય બેંકોમાં જમા કરાયેલી રકમ 10 વર્ષ સુધી દાવો વગરની રહે છે, તો તે રકમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બનાવવામાં આવેલ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દેશભરની બેંકોમાં 35,000 કરોડથી વધુ રૂપિયા દાવા વગરના પડ્યા છે. અત્યાર સુધી કોઈએ તેનો દાવો કર્યો નથી.

Indian Banks have more than 35000 crore unclaimed money in their account

ભારતીય બેંકોમાં નધણીયાતા 35000 કરોડથી વધુ રૂપિયા પડ્યા છે, કોણ માલીક કોને ખબર?

News Continuous Bureau | Mumbai

ભારતમાં બેંકો પાસે વર્ષોથી દાવા વગરની થાપણો પડી છે. આ રકમનો દાવો ન કરવા પાછળ વિવિધ કારણો છે. ખાતેદારનું આકસ્મિક અવસાન, નોમિનીનું નામ ન મળવાથી કે મૃત્યુ બાદ ખાતેદારના પરિવારજનોને જાણકારી ન હોવાને કારણે આ થાપણો કરોડો રૂપિયાની બેંકોમાં પડી રહી છે. જો કે, હવે આવી થાપણો સરળતાથી મળી શકશે.

Join Our WhatsApp Community

આ રીતે આ રકમ વારસદારો શોધી શકશે

રિઝર્વ બેંકે ગુરુવારે વિવિધ બેંકોમાં થાપણદારો અથવા તેમના લાભાર્થીઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણોની વિગતો મેળવવા માટે કેન્દ્રિય પોર્ટલની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વર્તમાન નાણાકીય વર્ષ માટેની પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે વેબ પોર્ટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, આ વેબ પોર્ટલ દ્વારા ઘણી બેંકોમાં દાવા વગરની થાપણો શોધી શકાય છે. આ નવું વેબ પોર્ટલ બેંક ગ્રાહકોને તેમની થાપણો એક જ જગ્યાએ શોધવામાં મદદ કરશે. હાલમાં, લાભાર્થીઓએ 10 વર્ષ કે તેથી વધુ સમયની તેમની દાવા વગરની થાપણો શોધવા માટે ઘણી બેંકોની વેબસાઇટની મુલાકાત લેવી પડે છે.

આ સમાચાર પણ વાંચો:  ભાજપના નેતા કિરીટ સોમૈયાની ફરિયાદ પર BMC એક્શનમાં, મુંબઈના આ વિસ્તારમાં 1 હજાર કરોડના ગેરકાયદે સ્ટુડિયો પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.. જુઓ વિડીયો..

આરબીઆઈમાં ટ્રાન્સફર

જો બેંકમાં જમા કરવામાં આવેલી રકમ 10 વર્ષ સુધી દાવા વગરની રહે છે, તો તે રકમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બનાવવામાં આવેલ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તે જ સમયે બેંકો તેમની વેબસાઇટ પર દાવો ન કરાયેલ થાપણોની સૂચિ પ્રકાશિત કરે છે. આરબીઆઈએ થાપણદારો, લાભાર્થીઓ સુધી પહોંચવા માટે એક સમર્પિત વેબ પોર્ટલ વિકસાવવાનું નક્કી કર્યું છે.

દાવા વગરની થાપણોની વિગતો ફેબ્રુઆરીમાં જ લેવામાં આવી હતી. જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) એ ફેબ્રુઆરી 2023 સુધી આરબીઆઈને આશરે રૂ. 35,000 કરોડની દાવા વગરની થાપણો મોકલી છે. આમાં એવા એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે જે 10 વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય હતા. બેંકોમાં પડેલી દાવા વગરની થાપણોની યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ટોચ પર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પાસે આશરે રૂ. 8,086 કરોડની દાવા વગરની થાપણો છે. 5,340 કરોડની થાપણો સાથે બીજા સ્થાને પંજાબ નેશનલ બેંક છે. તે પછી કેનેરા બેન્ક રૂ. 4,558 કરોડ સાથે અને બેન્ક ઓફ બરોડા રૂ. 3,904 કરોડ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે.

 

Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Trump Jinping visit: ટ્રમ્પની જિનપિંગ સાથે મુલાકાત: યુએસ-ચીનનો ગતિરોધ થશે ખતમ? ટેરિફ, ટ્રેડ ડીલ પર બનશે વાત? ટ્રમ્પે શું કહ્યું?
Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
Exit mobile version