Site icon

Ravi Ruia : આ ભારતીય અબજોપતિએ અધધ 1200 કરોડમાં ખરીદ્યું લંડનમાં સૌથી મોંઘું ઘર, દેખાવમાં કોઈ રાજ મહેલથી કમ નથી..

Ravi Ruia : લંડનમાં ઘણા ભારતીય અબજોપતિઓનું ઘર છે. લક્ષ્મી નિવાસ મિત્તલથી લઈને અનિલ અગ્રવાલ સુધીના ભારતીય અબજોપતિઓ પહેલેથી જ લંડનમાં રહે છે...

Indian billionaire Ravi Ruia acquires Rs 1, 200 crore London mansion linked to Russian investor

Indian billionaire Ravi Ruia acquires Rs 1, 200 crore London mansion linked to Russian investor

News Continuous Bureau | Mumbai
Ravi Ruia : લંડન લાંબા સમયથી ભારતીય અબજોપતિઓનું પ્રિય શહેર છે. લક્ષ્મી મિત્તલથી લઈને અનિલ અગ્રવાલ સુધીના ભારતીય અબજોપતિઓ લંડનના કાયમી નિવાસી બની ચૂક્યા છે. હવે ભારતીય અબજોપતિ રવિ રુઈયાનું નામ આ ક્રમમાં જોડાઈ ગયું છે.

રવિ રુઈયાએ બ્રિટનની રાજધાની લંડનમાં ખરીદ્યું નવું ઘર

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રવિ રુઈયાએ બ્રિટન(Britain)ની રાજધાની લંડનમાં નવું ઘર ખરીદ્યું છે, જે લંડન(London)ની સૌથી મોંઘી મિલકત તરીકે જાણીતી છે. રવિ રુઈયાએ આ ડીલ 113 મિલિયન પાઉન્ડ એટલે ભારતીય નાણાંમાં 1, 200 કરોડ રૂપિયામાં કરી છે.

Join Our WhatsApp Community

પ્રોપર્ટીનું નામ છે હેનોવર લોજ

રવિ રુઈયા(Ravi Ruia) એ જે પ્રોપર્ટી (property deal) ખરીદી છે તેનું નામ હેનોવર લોજ છે અને તે લંડનના રીજન્ટ પાર્કમાં આવેલી છે. ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ડાર્ક અને ટેલરના જણાવ્યા અનુસાર, હેનોવર લોજ લંડનમાં સૌથી મોંઘી ખાનગી રહેણાંક મિલકત છે.
આ 19મી સદીની શરૂઆતમાં બનેલી મિલકત છે, જેને પ્રખ્યાત આર્કિટેક્ટ જોન નેશ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. રુઈયા પહેલા આ ઘર રશિયન અબજોપતિ આન્દ્રે ગોંચરેન્કોનું હતું. આન્દ્રે ગોંચરેન્કો રશિયાની રાજ્ય તેલ-ગેસ કંપની ગેઝપ્રોમની પેટાકંપની, ગેઝપ્રોમ ઇન્વેસ્ટ યુગાના નાયબ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રહી ચૂક્યા છે. તેણે આ પ્રોપર્ટી 2012માં રાજકુમાર બાગરી પાસેથી 120 મિલિયન યુરોમાં મેળવી હતી. રુઇયા ફેમિલી ઓફિસના પ્રવક્તા વિલિયમ રેગોએ જણાવ્યું હતું કે પ્રોપર્ટી હાલમાં બાંધકામ હેઠળ છે અને તે કિંમતે હસ્તગત કરવામાં આવી છે જે તેને ફેમિલી ઓફિસ માટે રોકાણનો આકર્ષક વિકલ્પ બનાવે છે.

આ સમાચાર પણ વાંચો : Zeenat aman : 71 વર્ષીય ઝીનત અમાન બની રેપર, આ અભિનેત્રી નો ડાયલોગ કર્યો રિક્રિએટ

જેઓ ઓછી લોન લે છે તેઓ જ મકાન ખરીદી શકે છે

લંડનમાં સૌથી મોંઘા ઘરો સામાન્ય રીતે એવા લોકો ખરીદે છે જેઓ લોન પર ઓછા નિર્ભર હોય છે કારણ કે ઊંચા વ્યાજ દરો લોકોને વધુ રકમની લોન લેતા અટકાવે છે. 30 મિલિયન ડોલરથી વધુની નેટવર્થ ધરાવતા વિશ્વના લગભગ 17 ટકા લોકોએ ગયા વર્ષે ઓછામાં ઓછું એક ઘર ખરીદ્યું હતું. નાઈટ ફ્રેન્કના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. લો ફર્મ વિથરે રૂઇયા ફેમિલી ઓફિસને આ સોદા અંગે સલાહ આપી હતી. હવે આ ડીલ ચર્ચાનો વિષય બની રહી છે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version