Site icon

Indian Railway: ભારતીય રેલવેએ માર્ચ ક્વાર્ટરમાં રુ. 284 કરોડનો ચોખ્ખો નફો કર્યો, રોકાણકારો માટે ડિવિડન્ડની કરી જાહેરાત..

Indian Railway: IRCTCએ તાજેતરમાં માર્ચ ક્વાર્ટરની આવકના આંકડા જાહેર કર્યા હતા. છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ રૂ. 284 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કંપનીએ તેના નફામાં વધારાને કારણે હવે રોકાણકારોને રાહતના સમાચાર આપ્યા છે. કંપનીએ હવે રોકાણકારોને 4 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

Indian Railway Indian Railways in March quarter Rs. 284 crore net profit, announced dividend for investors.

Indian Railway Indian Railways in March quarter Rs. 284 crore net profit, announced dividend for investors.

News Continuous Bureau | Mumbai 

Indian Railway: રેલવે કંપની માટે હવે રાહતના સમાચાર છે. ભારતીય રેલવે કંપનીએ તેના છેલ્લા ત્રણ મહિનામાં જંગી નફો કર્યો છે. તેનાથી રોકાણકારોને પણ ફાયદો થશે. નફા બાદ કંપનીએ રોકાણકારોને 4 રૂપિયાનું ડિવિડન્ડ ( dividend ) આપવાની જાહેરાત કરી છે. IRCTCને ટિકિટોના જંગી વેચાણથી હવે મોટી આવક થઈ છે. 

Join Our WhatsApp Community

IRCTCએ તાજેતરમાં માર્ચ ક્વાર્ટરની આવકના આંકડા જાહેર કર્યા હતા. જેમાં કંપનીના ચોખ્ખા નફા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જે મુજબ છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ રૂ. 284 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કંપનીએ તેના નફામાં વધારાને કારણે હવે રોકાણકારોને ( investors ) રાહતના સમાચાર આપ્યા છે. કંપનીએ હવે રોકાણકારોને 4 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

Indian Railway: કંપનીની આવકમાં 20 ટકાનો વધારો થયો..

દેશમાં ટ્રેનનો પ્રવાસ સુખદ અને આરામદાયક માનવામાં આવે છે. ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો લોકો પ્રવાસ કરે છે. જેનો સીધો ફાયદો કંપનીને થાય છે. તાજેતરમાં, ભારતીય રેલ્વે કંપની IRCTC એ તેના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા હતા. આ પરિણામો અનુસાર, કંપનીએ આ સમયગાળા દરમિયાન જંગી નફો કર્યો હતો. કંપનીની આટલી મોટી આવક પાછળનું કારણ ટિકિટના ( Train Ticket ) વેચાણમાં થયેલો જંગી વધારો હોવાનું જણાવ્યું હતું. IRCTCએ FY25 ના માર્ચ ક્વાર્ટરમાં રૂ. 284 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં બે ટકા વધુ રહ્યો હતો. આ પછી કંપનીએ રોકાણકારો માટે 4 રૂપિયાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  Modi 3.0: PM મોદી સાથે કેટલા મંત્રીઓ લેશે શપથ, નવા કેબિનેટમાં કોનો સમાવેશ થશે?… જુઓ સંપૂર્ણ યાદી…

દરમિયાન, પ્રાપ્ત માહિતી અનુસાર, IRCTCએ હજુ સુધી ડિવિડન્ડની રેકોર્ડ તારીખ જાહેર કરી નથી. આમાં કંપની રોકાણકારોને ડિવિડન્ડની ચુકવણી માટે રૂ. 256 કરોડનો ખર્ચ કરશે. આ FY24 માટે કંપનીનું અંતિમ ડિવિડન્ડ હશે. તે જ સમયે, સરકાર આ કંપનીમાં તેનો 62.4 ટકા હિસ્સો ધરાવે છે. શુક્રવારે માર્કેટ ઓપનિંગ સમયે, IRCTC શેર ( Stock Market ) 4 ટકાના ઘટાડા સાથે રૂ. 1,032.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ 87,152 કરોડ રૂપિયા છે. શેરે છેલ્લા 3 મહિનામાં 19 ટકાનું વળતર આપ્યું છે. તે જ સમયે, 1 મહિનામાં તેમાં 5 ટકાનો વધારો થયો છે.

દેશમાં હાલ રેલવે ટિકિટના વેચાણમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. જેના કારણે રેલવેની આવકમાં મોટો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીની આવકમાં 20 ટકાનો વધારો થયો છે. માર્ચ ક્વાર્ટરમાં તે 1154 કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version