News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર(Inidan share market) માટે મંગળવારનો દિવસ અશુભ સાબિત થયો છે.
નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું, જેના કારણે બજાર લાલ નિશાન(red)માં બંધ થયું છે.
આજના કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 582 પોઈન્ટ ઘટીને 55,094 સ્તર પર અને નિફ્ટી(Nifty) 156 પોઈન્ટ ઘટીને 16,406 સ્તર પર બંધ થયો છે.
ઓટો, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર સિવાય બેન્કિંગ, આઈટી, મેટલ્સ સહિત અન્ય તમામ સેક્ટર ઘટાડાની સાથે બંધ થયા છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 14 શેર લીલા નિશાનમાં અને 36 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના તમામ 30 શેર 5 લીલા નિશાનમાં અને 25 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : શું ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બદલે ટાગોર કે કલામનો ફોટો મુકાશે- RBIએ કર્યો આ ખુલાસો-જાણો શું કહ્યું