News Continuous Bureau | Mumbai
સમગ્ર વિશ્વમાં સોનાનો મોહમાં ભારતીય મહિલાઓને(Indian women) કોઈ ન પહોંચી શકે. તાજેતરમાં કયા દેશ પાસે કેટલું સોનું(Gold) છે તેનો અહેવાલ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલમાં(World Gold Council) જાહેર કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે, તે મુજબ આ દુનિયામાં જેટલો સોનાનો સ્ટોક(Gold stock) ઉપલબ્ધ છે, તેમાંથી લગભગ 11 ટકા સોનું તો ફક્ત ભારતીય મહિલાઓ ધરાવે છે.
સોનાની બાબતમાં તો ભારતીય મહિલાઓએ અમેરિકા(USA), ચીન(China), રશિયા(Russia) અને ફ્રાંસ(France) જેવા મહાસત્તા ધરાવતા દેશોને પણ પાછળ મૂકી દીધા છે. જોકે બીજી તરફ ભારત સોનાના ઉત્પાદનમાં(Gold production) ખૂબ પાછળ હોવાનું પણ આ અહેવાલમાં સામે આવ્યું છે.
ભારતમાં મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. લક્ષ્મીને ધનની દેવી(Goddess of wealth) માનવામાં આવે છે, તે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાંથી ફરી સાબિત થયું છે. મહિલાઓ બાદ સૌથી વધુ સોનું ભારતના મંદિરો પાસે છે. ભારતના જુદા જુદા મંદિરો પાસે લગભગ 2,500 ટન સોનું છે. એકલા પદ્મનાભ સ્વામી મંદિરમાં જ 1,300 ટન સોનું છે. તો તિરુપતિ મંદિરમાં 250થી 300 ટન સોનુ હોવાનું માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : બેંકમાં તમારી FD મેચ્યોર થઈ ગઈ છે? તો વિલંબ કર્યા વગર પૈસા ઉપાડી લેજો. અન્યથા RBIના નવા નિયમથી તમને આ નુકસાન થઈ શકે છે…
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલમાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ 2017માં ભારત ફક્ત 1,594 કિલો એટલે કે દોઢ ટન સોનાનું ઉત્પાદન કર્યું છે. ભારત સરાફા વેપારની જરૂરિયાત પૂરી પાડવા માટે મોટા પ્રમાણમાં સોનાની આયાત અન્ય દેશોમાંથી કરે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ ચીન પાસે 1948 ટન સોનું છે. ફ્રાન્સ પાસે 2436, ઈટલી પાસે 2451 ટન, જર્મની પાસે 3362, અમેરિકા પાસે 8133 ટન સોનું છે. ભારતમાં હાલ ફક્ત મહિલાઓ પાસે જ 21,733 ટન સોનું છે.