ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 ઓગસ્ટ 2020
કોરોના નામના વાયરસ એ આખી દુનિયાનું વર્ક કલ્ચર બદલી નાખ્યું છે. વાયરસના સંક્રમણના કારણે મોટા ભાગના લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કંપનીઓ પણ પોતાના કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' અર્થાત 'ઘરે બેસીને કામ કરો' ની નીતિ અપનાવી રહ્યા છે.
કોરોના ને લઈને આજે પણ પરિસ્થિતી ગંભીર છે. આથી લાગે છે કે વર્ષના અંત સુધી વર્ક ફ્રોમ હોમની સ્થિતિ યથાવત્ રહેશે. આર્થિક મામલા સાથે સંકળાયેલા એક મીડિયા હાઉસે 'વર્ક ફ્રોમ હોમ' મુદ્દે એક સર્વે કરાવ્યો છે. જેમાં 10 માંથી 3 કર્મચારીઓએ ઓફિસે જવાની ઈચ્છા જતાવી છે. એનો અર્થ એ થયો કે બાકીના 7 લોકો ઘરે બેસીને જ ઓફિસનું કામ કરવા માંગે છે. કોરોના કાળમાં ઓફિસ નથી જવા માંગતા.
આ સર્વે 15 ઇન્ડસ્ટ્રી સેક્ટરની આશરે 550 કંપનીઓમાં કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 1800 કર્મચારીઓને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં થી 70 ટકા લોકોએ ઇચ્છા બતાવી હતી કે તેઓ વર્ષ ભર વર્ક ફ્રોમ હોમ જ કરવા માંગે છે. જ્યારે બાકીના 30 ટકાએ ઓફિસ જવાની ઈચ્છા જણાવી હતી. આ 30 ટકામાં મોટાભાગના ઉચ્ચ અધિકારી અને મેનેજર લેવલના કર્મચારીઓ હતા.
જે-જે કંપનીઓમાં સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં ભારતની ટોચની આઇટી કંપનીઓ, મોટી કન્સલ્ટિંગ ફર્મ, એમ.એન.સી બહુરાષ્ટ્રીય કંપનીઓ, ઈ.કોમર્સ, ઓટો મોટીવ અને બેન્કિંગ સેક્ટરના નો સમાવેશ થાય છે. આમ તો ઘરે બેસીને કામ કરો મોડલ સારી રીતે કામ કરી રહ્યું છે. પરંતુ, ઘણી એવી કંપનીઓ પણ છે જે ઇચ્છે છે કે તેમના કર્મચારીઓએ હવે ઓફિસ આવીને કામ કરવું જોઈએ..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com