કાળા નાણાં સામેની કેન્દ્ર સરકારની લડાઈના પગલે થોડાક વર્ષ માટે સ્વિસ બેન્કોમાં ભારતીયો દ્વારા જમા થતા ભંડોળમાં વધારો જોવા મળ્યો છે.
સ્વિસ બેન્કોમાં ભારતીય લોકો અને કંપનીઓનું ભંડોળ વર્ષ 2020માં વધીને 2.55 અબજ સ્વિસ ફ્રાન્ક (અંદાજે રૂ.20,700 કરોડથી વધુ)થયું છે, જે 13 વર્ષની ટોચે છે.
આ આંકડામાં સ્વિસ બેન્કોની ભારત સ્થિત શાખા અને અન્ય નાણાકીય સંસ્થાઓ મારફત જમા કરાવાયેલા ભંડોળનો પણ સમાવેશ થાય છે.
સિક્યોરિટીઝ અને અન્ય વિકલ્પો મારફત આ હોલ્ડિંગમાં તીવ્ર ઊછાળો આવ્યો છે. જોકે, ગ્રાહકોની ડીપોઝિટ્સમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સતત બે વર્ષ સ્વિસ બેન્કોમાં ભારતીયોની જમા રકમમા ઘટાડો નોંધાયો હતો. સ્વિસ બેન્કોના ડેટા મુજબ વર્ષ 2019ના અંતમાં સ્વિસ બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓનું એકત્રીત ફંડ્સ 89.9 કરોડ સ્વિસ ફ્રાન્ક (અંદાજે રૂ. 6,625 કરોડ) હતું.
મહારાષ્ટ્ર સરકારે નિઃશુલ્ક શિવ ભોજન થાળી વિતરણ યોજના આ તારીખ સુધી લંબાવી ; જાણો વિગતે