ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
કોરોના ને કારણે લદાયેલા લોકડાઉન ને પગલે આર્થિક મંદી વ્યાપી ગઈ છે . જેની સીધી અસર અર્થવ્યવસ્થા પર પડી છે. આવી મંદી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2015માં ભારતમાં ઇલેક્ટ્રોનિકસ્ સામાનનું ઉત્પાદન 31.3 બિલિયન ડોલરનું હતું જેમાં 2019 માં વધીને 65.5 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. આમાં સૌથી મોટો હિસ્સો મોબાઇલ ફોનનો છે. એમ આર બી આઈ ના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે.
'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત સેંકડો મોબાઈલ કંપનીઓ ભારતમાંથી ફોન નું ઉત્પાદન અને એસેમ્બલ નું કામ કરી રહી છે. આ કામ લગભગ આઠ ગણું વધી ગયું છે. નાણાકીય વર્ષ 2019-20 ના અંતે આ નિકાસ 24.3 બિલયને પહોંચ્યું છે..જો કે, ફુલ નિકાસ 2020 ના પહેલા આઠ મહિનામાં કોરોના ને કારણે ઘટી પણ છે. ઇલેક્ટ્રોનિક્સની નિકાસ માં વધારો થવાનું કારણ ચીન-અમેરિકા વચ્ચેના ટ્રેડવોર પણ કહી શકાય. આનો લાભ ભારતને મળ્યો હોવાનું અનુમાન છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે સરકારની વિકાસ લક્ષી નીતિ પણ આમાં કામ કરી રહી છે..
