કોરોનાની બીજી લહેર છતાં એપ્રિલથી જૂન એટલે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં નિકાસ વધીને 95.36 અબજ ડોલર રહી છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ અને ફાર્મા સેક્ટરની નિકાસ અનુક્રમે 25.9 અબજ ડોલર, 12.9 અબજ ડોલર અને 5.8 અબજ ડોલર રહી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલના જણાવ્યા અનુસાર એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરની નિકાસ ભારતના ઇતિહાસમાં સૌથી વધુ છે. અત્યાર સુધીના કોઇ પણ કવાર્ટરમાં આટલી વધુ નિકાસ જોવા મળી નથી.
ઉલ્લેખનીય છે કે જૂન, 2020માં નિકાસ 22 અબજ ડોલર જ્યારે જૂન, 20219માં નિકાસ 25 અબજ ડોલર હતી. જ્યારે મે, 2021માં નિકાસ 32.27 અબજ ડોલર હતી. જ્યારે એપ્રિલ, 2021માં નિકાસ 31 અબજ ડોલર રહી હતી.
