ભારતનું વિદેશી હૂંડિયામણ સતત ચોથા અઠવાડિયે ટોચ પર.. ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું.. વાંચો વિગતવાર

by Dr. Mayur Parikh
Forex Reserves: India's foreign exchange reserves up by $708 million touching $602.161 billion as on August 11

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
31 ઓક્ટોબર 2020

ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે પાટે ચઢી રહ્યું છે એમ કહી શકાય. કોવિડ 19 ના સંકટકાળમાં પણ ભારતના વિદેશી હૂંડિયામણ મક્કમ ગતિએ નવા શિખર સર કરી રહયું છે. આજે સતત ચોથા સપ્તાહે નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યુ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 23 ઓક્ટોબરના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ 5.41 અબજ ડોલર વધીને 560.53 અબજ ડોલરના નવા સર્વોચ્ચ શિખરને આંબી ગયુ છે. જ્યારે તેની અગાઉ 16મી ઓક્ટોબરના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 555.12 અબજ ડોલર અને 9 ઓક્ટોબરના રોજ 551.50 અબજ ડોલર અને બીજી ઓક્ટોબરના રોજ 545.63 અબજ ડોલરની નવી વિક્રમી ઉંચાઇએ નોંધાયું હતુ. 

ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ એફસીએ પર પડે છે. વિદેશી હૂંડિયામણમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચવાનું મુખ્ય કારણ ફોરેક્સ કરન્સી એસેટ્સમાં વધારો છે, જે કુલ ફોરેક્સ રિઝર્વમાં સૌથી વધારે યોગદાન આપે છે. તો સમિક્ષાધીન સમયગાળામાં ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 17.5 કરોડ ડોલર વધીને 36.86 અબજ ડોલર થયુ હતુ.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 80 કરોડ ડોલર વધીને 1.48 અબજ ડોલર થયા હતા.. તો IMF માં ભારતની રિઝર્વ પોઝિશન 2.7 કરોડ ડોલર વધીને 4.66 અબજ ડોલર થઇ હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More