News Continuous Bureau | Mumbai
નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં(fourth quarter) સરકારને(Govt) GDP મોરચે આંચકો લાગ્યો છે.
સરકારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે 2021-22ના ચોથા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થાએ(Indian economy) 4.1 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જેના પરિણામે વાર્ષિક વૃદ્ધિ દર 8.7 ટકા પર પહોંચી ગયો છે.
જોકે, જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં વૃદ્ધિ દર(Growth rate) ઑક્ટોબરથી ડિસેમ્બર 2021-22ના અગાઉના ક્વાર્ટરમાં 5.4 ટકા કરતાં ધીમો હતો.
2021-22ના ચોથા ક્વાર્ટર દરમિયાન ભારતના આર્થિક વિકાસમાં મંદી પાછળના કારણો કોરોના વાયરસનું(Corona virus) ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant) લીધે લાદવામાં આવેલા નિયંત્રણો, વૈશ્વિક પુરવઠામાં(Global supply) ઘટાડો અને ઉચ્ચ ઇનપુટ ખર્ચ હતા.
આ સમાચાર પણ વાંચો : ઈ-કોમર્સ સેકટરમાં નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા સરકાર લેશે આ પગલું – GST કાઉન્સિલની બેઠક પર નજર