ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
સોનાની માંગમાં નોંધપાત્ર ઘટાડા ને કારણે ભારતમાં સોનાની આયાત, એપ્રિલથી જુલાઈના ગાળામાં 81.22 ટકા ઘટીને 2020-21 ના ગાળામાં આશરે રૂ. 18590 કરોડ થઈ ગઈ છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કોવિડ -19 રોગચાળા ને કારણે આર્થિક સંકટ આવતાં પીળી ધાતુની આયાત ખૂબ ધટી છે. બીજું કારણ છે સામાન્ય માનવી માટે હાલ જે ભાવો બોલાઈ રહયાં છે એ ખૂબ ઊંચી કિંમત છે. હજુ પણ ભાવો 50 હજાર થી ઉપર બોલાઈ રહયાં છે. 22 કૅરેટ 10 ગ્રામ સોનાના ₹ 51,240 પર ટ્રેન્ડ કરી રહયાં છે.
આ જ રીતે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં ચાંદીની આયાત પણ 56.5 ટકા ઘટીને 658.32 મિલિયન ડોલર (આશરે રૂ. 5158 કરોડ) થઈ છે. સોના-ચાંદીની આયાતમાં ઘટાડાથી એપ્રિલ-જુલાઈ 2020-21 દરમિયાન દેશની વેપાર ખાધ, આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત 13.95 અબજ ડૉલર થઈ ગયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 59.4 અબજ ડૉલર હતો. ₹ 68000 કિલોએ બોલાઈ રહયાં છે.
ગયા વર્ષે ડિસેમ્બરથી સોનાની આયાતમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાઇ રહી છે. માર્ચ, એપ્રિલ, મે અને જૂનમાં ઘટાડો અનુક્રમે 62.6 ટકા, 99.93 ટકા, 98.4 ટકા અને 77.5 ટકા હતો. તેમ છતાં, જુલાઇમાં આયાતમાં નજીવી વૃદ્ધિ થઈ છે. ભારત સોનાનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે, જે મુખ્યત્વે ઝવેરાત ઉદ્યોગની માંગને પૂરો કરે છે. વોલ્યુમની દ્રષ્ટિએ, ભારત વાર્ષિક 800-900 ટન સોનાની આયાત કરે છે. એપ્રિલથી જુલાઈ 2020 માં જેમ્સ અને જ્વેલરીની નિકાસ લગભગ 66.36 ટકા ઘટીને 4.17 અબજ ડોલર થઈ છે… આમ હાલ વાર તહેવાર ની સિઝન હોવાં છતાં કોઈ ખરીદનાર નથી મળી રહયાં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com