ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
ગૌતમ અદાણી નો ગ્રાફ રન-વે પર દોડતા પ્લેનની જેમ સ્પીડ પકડી ને સતત ઉંચો જાય છે.બે વર્ષ પહેલા તેમને એરપોર્ટ પર પોતાની ભાગીદારી માટે બિડિંગ શરૂ કર્યું હતું.જેમાં તે સફળ થયા, અને હવે દેશના સાત એરપોર્ટ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું છે.
૧૯૮૦ના દાયકામાં જીન્સ ના વેપારી તરીકે પોતાના વેપારની શરૂઆત કરનાર ગૌતમ અદાણી એ આજે 'ઈન્ફ્રાસ્ટ્રક્ચર કિંગ'તરીકેની નામના મેળવી છે. કોલસાની લગતા વ્યવસાય, પાવર પ્લાન્ટ, ડેટા સેન્ટર અને સંરક્ષણ ક્ષેત્ર જેવા વિવિધ ધંધાકીય ક્ષેત્રમાં અદાણી ગ્રુપે પોતાનું કાઠું કાઢ્યું છે, અને હવે દેશના સાત એરપોર્ટને પોતાના તાબા હેઠળ લઈ લીધા છે.
દેશના આ સાત એરપોર્ટમાં જયપુર, ગુવાહાટી,તિરુવનંતપુરમ્, મેંગલોર, લખનઉ, અમદાવાદ અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નો સમાવેશ થાય છે જે અદાણી ગ્રૂપના હસ્તક છે.
આગામી દિવસોમાં નવી મુંબઈ ખાતે બનનારા એરપોર્ટમાં પણ તેમની ભાગીદારી છે.
