News Continuous Bureau | Mumbai
દેશમાં લાંબા સમયથી તેલના ભાવ(Oil prices) આસમાને પહોંચેલા છે. સામાન્ય નાગરિકો મોંઘવારીના(inflation) ચક્કરમાં પીસાઈ રહ્યા છે ત્યારે આગામી દિવસમાં તેલના ભાવમાં ઘટાડો થવાના સંકેત છે. ઈન્ડોનેશિયાની સરકારે(Government of Indonesia) પામ ઓઈલની(palm oil) નિકાસ(Export) વધારવા માટે નિકાસ જકાત ઘટાડવાની જાહેરાત કરી છે. ભારતમાં મોટાભાગનું પામ ઓઈલની ઈન્ડોનેશિયાથી આયાત થાય છે. તેથી ઈન્ડોનેશિયાના નિર્ણયની અસર ભારતીય બજારમાં(Indian market) જોવા મળી શકે છે.
ઈન્ડોનેશિયાએ 23 મેના રોજ તેલની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ ઉત્પાદક(Palm oil manufacturer) ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર ટેક્સ(TAX) ઘટાડવાની જાહેરાત કરી છે.આનાથી ભારતીય ગ્રાહકોને(Indian consumers) થોડી રાહત મળવાની અપેક્ષા છે. કારણ કે ભારત મોટાભાગનું પામ ઓઈલ અહીંથી આયાત કરે છે. ઈન્ડોનેશિયાના વેપાર પ્રધાન મુહમ્મદ લુત્ફીએ(Trade Minister Muhammad Lutfi) જણાવ્યું હતું કે સરકાર નિકાસને પ્રોત્સાહિત કરવા માટે તેની મહત્તમ ક્રૂડ પામ ઓઈલની નિકાસ અને વસૂલાત દર 575 ડોલર પ્રતિ ટનથી ઘટાડીને 488 ડોલર કરશે.
આ સમાચાર પણ વાંચો : શેરબજારમાં મંદીનો માહોલ- સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે લાલ નિશાન પર બંધ થયું માર્કેટ- આટલા પોઇન્ટ ગગડ્યા સેન્સેક્સ નિફ્ટી
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) મેટ્રોપોલિટન મુંબઈ પ્રાંતના પ્રમુખ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયા દ્વારા નિકાસ કર ઘટાડવામાં આવ્યો છે, તે ભારત માટે એક સારું પગલું ગણવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં પામ ઓઈલના ભાવ નીચા રહેશે જેના કારણે પામ ઓઈલમાંથી બનેલી વસ્તુઓની કિંમતો નીચે આવી શકે છે. જેનો સીધો ફાયદો ભારતના સામાન્ય લોકોને થશે.
ઈન્ડોનેશિયાએ ત્રણ સપ્તાહના પ્રતિબંધ બાદ પામ ઓઈલની નિકાસ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ હજી સુધી તે ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની સ્થાનિક કિંમતો ઘટાડવા માટે 28 એપ્રિલે તેલની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો. પરંતુ ખેડૂતો અને વેપારી સંગઠનોના વિરોધને કારણે 23 મેના રોજ ફરીથી નિકાસ શરૂ કરવામાં આવી હતી. હવે ટેક્સ ઘટાડવાથી તેની નિકાસ વધશે અને તેનો ફાયદો અંતમાં ગ્રાહકો સુધી પહોંચશે તો બીજી તરફ ઈન્ડોનેશિયાના ખેડૂતોને પણ આ નિર્ણયથી ફાયદો થશે.