Site icon

Indus Tower: ભારતી એરટેલ વોડાફોનનો ઈન્ડસ ટાર્વસ હિસ્સો ખરીદવાની તૈયારીમાં, એરટેલનો હિસ્સો 69 ટકા થઈ જશે.. આટલા કરોડમાં થશે ડીલ..

Indus Tower: ભારતી એરટેલ હાલ વોડાફોન ગ્રુપ સાથે આ સોદા માટે વાતચીત કરી રહી છે. આ વાતચીત ઇન્ડસ ટાવર્સમાં વોડાફોન ગ્રુપનો હિસ્સો ખરીદવા માટે છે. જો આ સોદો થઈ જાય છે, તો બીજી સૌથી મોટી સ્થાનિક ટેલિકોમ કંપની ઇન્ડસ ટાવર્સમાં નિયંત્રિત હિસ્સો ધરાવશે.

Indus Tower Bharti Airtel preparing to buy Vodafone's Indus tower share, Airtel's share will be 69 percent, the deal will be done in so many crores

Indus Tower Bharti Airtel preparing to buy Vodafone's Indus tower share, Airtel's share will be 69 percent, the deal will be done in so many crores

News Continuous Bureau | Mumbai

Indus Tower: દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ ટૂંક સમયમાં જ ટાવર્સના મામલે મોખરે આવી શકે છે. કંપની હવે ઇન્ડસ ટાવર્સમાં તેના હરીફ વોડાફોન ગ્રુપનો હિસ્સો ખરીદવાની તૈયારી કરી રહી છે. 

Join Our WhatsApp Community

ETના રિપોર્ટ અનુસાર, ભારતી એરટેલ ( Bharti Airtel ) હાલ વોડાફોન ગ્રુપ સાથે આ સોદા માટે વાતચીત કરી રહી છે. આ વાતચીત ઇન્ડસ ટાવર્સમાં વોડાફોન ગ્રુપનો હિસ્સો ખરીદવા માટે છે. જો આ સોદો થઈ જાય છે, તો બીજી સૌથી મોટી સ્થાનિક ટેલિકોમ કંપની ઇન્ડસ ટાવર્સમાં નિયંત્રિત હિસ્સો ધરાવશે, કારણ કે આ સોદા પછી એકલા ભારતી એરટેલનો હિસ્સો વધીને 70 ટકાની નજીક પહોંચી જશે.

 Indus Tower: ઇન્ડસ ટાવર્સમાં એરટેલનો મહત્તમ હિસ્સો 47.95 ટકા..

હાલમાં, ઇન્ડસ ટાવર્સમાં એરટેલનો મહત્તમ હિસ્સો 47.95 ટકા છે. આ કોઈપણ એક શેરધારક ( shareholder ) દ્વારા ધરાયેલો સૌથી મોટો હિસ્સો હોઈ શકે છે, પરંતુ તે નિયંત્રિત હિસ્સો નથી, કારણ કે આ હિસ્સો 50 ટકાથી ઓછો છે. જેમાં હાલ વોડાફોન 21.05 ટકા હિસ્સો ધરાવે છે અને જાહેર શેરધારકો 30.97 ટકા હિસ્સો ધરાવે છે. જો એરટેલ અને વોડાફોન ( Vodafone Group ) વચ્ચે આ ડીલ થઈ જાય છે. તો ઇન્ડસ ટાવર્સમાં ભારતી એરટેલનો હિસ્સો વધીને 69 ટકા થઈ જશે.

આ સમાચાર પણ વાંચો :  Anant ambani and Radhika merchant: શું અનંત અને રાધિકા ના વેડિંગ વેન્યુ બદલવામાં છે પીએમ મોદી નો હાથ?હવે લંડન નહીં આ જગ્યા એ થશે બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી ના દીકરા ના લગ્ન

વાસ્તવમાં, ઇન્ડસ ટાવર્સ એક મોટી કંપની છે. જે દેશમાં મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરે છે અને તેનું સંચાલન કરે છે. ડિસેમ્બરના અંત સુધીના ડેટા અનુસાર, કંપની દેશભરમાં 2 લાખ 11 હજાર 775 મોબાઈલ ટાવર હાલ ચલાવી રહી હતી. આમાં એરટેલ અને વોડાફોન-આઇડિયાના ગ્રાહકો પણ સામેલ છે. મંગળવારે, ઇન્ડસ ટાવર્સના શેર લગભગ 3 ટકાના વધારા સાથે BSE પર રૂ. 359.65 પર બંધ થયા હતા.

અત્યારે આ ડીલ વેલ્યુએશનના કારણે અટકી છે. ઇન્ડસ ટાવર્સના શેરની કિંમત જાન્યુઆરીથી 77 ટકા વધી છે. આવી સ્થિતિમાં એરટેલ વર્તમાન સ્તરે ડીલ કરવા તૈયાર નથી. એરટેલ આ ડીલ 210-212 રૂપિયા પ્રતિ શેરના દરે કરવા માંગે છે. જો આ દરે ડીલ કરવામાં આવે તો તેની કિંમત લગભગ 12 હજાર કરોડ રૂપિયા થઈ શકે છે. શેરના ( Stock Market ) વર્તમાન સ્તરે વોડાફોનના હિસ્સાનું મૂલ્ય આશરે રૂ. 20,500 કરોડ થાય છે. તેથી હવે જોવુ રસપ્રદ રહેશે કે આ સોદોમાં આગળ શું થઈ શકે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version